આસામઃ મહિલા ડૉક્ટર એક સાથે Coronaના બે વેરિયન્ટથી સંક્રમિત, ભારતમાં સામે આવ્યો પહેલો કેસ!

(પ્રતીકાત્મક તસવીર)

મહિલા ડૉક્ટરની તપાસમાં તેમના શરીરમાં કોરોના વાયરસના અલ્ફા અને ડેલ્ટા બંને વેરિયન્ટ મળી આવ્યા છે, સંક્રમણના હળવા લક્ષણો

  • Share this:
    નવી દિલ્હી. દેશમાં એક તરફ જ્યાં કોરોના (Coronavirus) સંક્રમણની ઝડપ વધતી જોવા મળી રહી છે, તો બીજી તરફ કોરોના વાયરસ ઝડપથી પોતાનું રૂપ બદલી રહ્યું છે. આ દરમિયાન ગુવાહાટી (Guwahati) થી કોરોના વાયરસને લઈ ટેન્શન વધારનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલા ડૉક્ટરમાં કોરોના વાયરસના બે વેરિયન્ટ (Corona Double Variants) એક સાથે મળી આવ્યા છે. ભારતમાં એક સાથે કોઈ દર્દીમાં બે કોરોના વેરિયન્ટ મળવાનો આ પહેલો મામલો માનવામાં આવી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે મહિલા ડૉક્ટર કોરોના વેક્સીનના બંને ડોઝ લઈ ચૂકી છે. મહિલા ડૉક્ટરની તપાસમાં તેમના શરીરમાં અલ્ફા અને ડેલ્ટા બંને વેરિયન્ટ મળી આવ્યા છે.

    નોંધનીય છે કે, દુનિયામાં આ પ્રકારે એક જ દર્દીમાં બે કોરોના વેરિયન્ટ મળવાનો પહેલો મામલો બેલ્જિયમમાં જોવા મળ્યો હતો. બેલ્જિયમમાં 90 વર્ષની મહિલામાં અલ્ફા અને બીટા વેરિયન્ટ એક સાથે સામે આવ્યા હતા. મહિલાએ કોરોના વેક્સીન નહોતી લીધી, જેના કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આસામના ડિબ્રૂગઢ જિલ્લામાં ICMR-RMRCના નોડલ અધિકારી ડૉ. વિશ્વજ્યોતિ બોરકાકોટિએ એક મીડિયા ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, મહિલા ડૉક્ટરમાં એક સાથે બે કોરોના વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. ભારતમાં આ પ્રકારનો આ પહેલો મામલો હોઈ શકે છે.

    આ પણ વાંચો, Explained: કોરોનાનું જોખમ હજી ટળ્યું નથી, ભૂલથી પણ ન કરશો આ ભૂલોનું પુનરાવર્તન

    ડૉ. વિશ્વજ્યોતિએ જણાવ્યું કે, મહિલા ડૉક્ટરના પતિને કોરોના થયો હતો. પતિ સંક્રમિત થતા જ્યારે મહિલા ડૉક્ટરે પોતાની તપાસ કરાવી તો તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. મહિલા ડૉક્ટરના રિપોર્ટમાં સામે આવ્યું કે તેઓ એક સાથે કોરોનાના આલ્ફા અને ડેલ્ટા બંને વેરિયન્ટથી સંક્રમિત છે. જ્યારે તેમના પતિ માત્ર એક અલ્ફા વેરિયન્ટથી સંક્રમિત છે. મહિલા ડૉક્ટરમાં બે વેરિયન્ટની પુષ્ટિ કરવા માટે ફરી તપાસ કરવામાં આવી છે.

    આ પણ વાંચો, ચોમાસામાં ન ખાઓ લીલા પાંદડાવાળા શાકભાજી, થઈ શકો છો બીમારીઓના શિકાર

    અત્યાર સુધીની મળેલી જાણકારી મુજબ, મહિલા ડૉક્ટરને કોરોનાના ખૂબ હળવા લક્ષણ છે. તેમની તબિયત ઠીક છે અને હાલ તેમને હૉસ્પિટલમાં દાખલ નથી કરાયા.
    Published by:Mrunal Bhojak
    First published: