આ વિસ્તારમાં 10 થી 20 રૂપિયામાં કાચો દારૂ મળે છે. તેમણે જણાવ્યું કે, દારૂની દુકાન ચલાવનારા સંજૂ ઓરાંગ અને તેની માં દ્રૌપદી ઉરાંગનું પણ ઝેરી દારૂ પીવાનું મોત નિપજ્યું છે
આ વિસ્તારમાં 10 થી 20 રૂપિયામાં કાચો દારૂ મળે છે. તેમણે જણાવ્યું કે, દારૂની દુકાન ચલાવનારા સંજૂ ઓરાંગ અને તેની માં દ્રૌપદી ઉરાંગનું પણ ઝેરી દારૂ પીવાનું મોત નિપજ્યું છે
આસામમાં ઝેરી દારૂ પીવાના કારણે મરનારા લોકોની સંખ્યા 140 પહોંચી ગઈ છે, જ્યારે 300 અન્ય લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. આ ઘટના ગુરૂવાર સાજની છે, જ્યારે સાલમારા ચાના બગીચામાં મજૂરોએ પગાર મળ્યા બાદ એક દુકાનમાંથી દારૂ ખરીદ્યો હતો. દારૂ પીતા જ ચાર મહિલાઓના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.
પોલીસે દારૂની દુકાનના માલિક સહિત અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરી છે. આસામના સ્વાસ્થ્ય મંત્રી હિમંત વિશ્વ શર્માએ કહ્યું કે, મરનારા લોકોની સંખ્યા પળે-પળે વધી રહી છે. આ વચ્ચે સરકારે મૃતકોના પરિવારજનો માટે બે-બે લાખ રૂપિયા અને જે લોકો હોસ્પિટલમાં દાખલ છે, તેમના માટે 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.
સ્થાનિક લોકો અનુસાર, આ વિસ્તારમાં 10 થી 20 રૂપિયામાં કાચો દારૂ મળે છે. તેમણે જણાવ્યું કે, દારૂની દુકાન ચલાવનારા સંજૂ ઓરાંગ અને તેની માં દ્રૌપદી ઉરાંગનું પણ ઝેરી દારૂ પીવાનું મોત નિપજ્યું છે.
ગોલાઘાટના ડે. કમિશ્નર ધીરેન હજારિકાએ ન્યૂઝ18ને જણાવ્યું કે, સરકારે તપાસનો આદેશ આપી દીધો છે, અને બે એક્સાઈઝ અધિકારીઓને લાપરવાહીના આરોપમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં 2011માં થયેલી આવી જ એક ઘટનામાં 172 લોકોના મોત થયા હતા. ત્યારબાદ આ બીજી સૌથી મોટી આ રીતની ઘટના છે.
મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે આ મુદ્દે તપાસના આદેશ આપી દીધા છે, સાથે પોતાના મંત્રીઓ અને સાંસદોને ઘટનાસ્થળ પર જઈ સમિક્ષા કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર