યુવકમાંથી યુવતી બનવા માંગતો હતો, સેક્સ ચેન્જ કરાવવાની સર્જરી માટે પૈસા ન હતા તો કરી આત્મહત્યા

પ્રાઈવેટ કંપનીમાં પણ યુવતીના વેશમાં કામ કર્યું હતું

suicide news- સર્જરી માટે લગભગ 60 લાખ રૂપિયાની જરૂર હતી. આ શક્ય ના હોવાના કારણે તેણે આત્મહત્યા કરી લીધી

  • Share this:
    ગુહાવાટી : અસમના (assam)ગુવાહાટીમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. એક 25 વર્ષીય પુરુષ લિંગ પરિવર્તન (sex reassignment surgery)કરાવી સ્ત્રી બનવા માંગતો હતો પણ સેક્સ ચેન્જ કરાવવાના પૈસા ન હોવાથી તેણે આત્મહત્યા (Suicide)કરી લીધી છે.

    જોરહાટના કમરબસ્તીમાં રહેતો અશરફૂલ હક લાંબા સમયથી પોતાને એક યુવતીના રૂપમાં રજુ કરતો હતો અને તેવા જ કપડા પણ પહેરતો હતો. અશરફુલે એક પ્રાઈવેટ કંપનીમાં પણ યુવતીના વેશમાં કામ કર્યું હતું. પોતાને જબીન તરીકે ઓળખાવતો અશરફૂલ એક યુવતી બનવાનું પોતાનું સપનું પૂરું કરવામાં નિષ્ફળ જતાં આત્મહત્યા કરી છે.

    અશરફુલ તેના માતા-પિતાની પરવાનગીથી જ તેનું સેક્સ પરિવર્તન કરવા માંગતો હતો. પરંતુ સર્જરી માટે લગભગ 60 લાખ રૂપિયાની જરૂર હતી. આ શક્ય ના હોવાના કારણે તેણે આત્મહત્યા કરી લીધી છે. ઘટના બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે જીએમસીએચ મોકલી આપી હતી.

    આ પણ વાંચો - સરકારી ઓફિસમાં કર્મચારીઓએ દારૂની મહેફીલ સજાવી, ગીતના તાલે મસ્તીમાં ઝૂમ્યા, જુઓ VIDEO

    દિલ્હીથી જયપુર ફરવા આવી યુવતીની એક વ્યક્તિએ કરી દીધી હત્યા

    રાજસ્થાનના જયપુરના સાંગાનેર વિસ્તારમાં 22 ઓક્ટોબરે ઝોયા અસિફ મલિકની ધોળા દિવસે હત્યા થયેલા (Zoya Asif Malik Murder Case)મામલામાં ખુલાસો થયો છે. ઝોયા દિલ્હીથી જયપુર ફરવા આવી હતી. આ દરમિયાન સાંગાનેર વિસ્તારમાં ટોંક રોડ પર ચા ની દુકાન પર ચા પી ને જઈ રહી હતી તે સમયે એક શખ્સે ચપ્પાના ઘા મારી તેની હત્યા કરી દીધી હતી. આ મામલાની તપાસ કરી પોલીસે લગભગ 400 સીસીટીવી કેમેરાનું વિશ્લેષણ કરીને આરોપીની ઓળખ કરી હતી અને 1500 કિલોમીટર આરોપીનો પીછો કરી મહારાષ્ટ્રના નાસિકથી આરોપી મહેશ ભાસ્કર ઠાકરેની (Mahesh Bhaskar Thackeray)ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે 6 વર્ષ પહેલા ઝોયા અસિફ મલિક સાથે આરોપી મહેશની મહારાષ્ટ્રના પૂણેમાં મિત્રતા થઇ હતી.

    આ પછી 2020માં મૃતક ઝોયા અને આરોપીએ લગ્ન કરી લીધા હતા. લગ્નના થોડા દિવસો બંને સાથે રહ્યા હતા. આ દરમિયાન ઝોયા અચાનક પૂણેથી ગાયબ થઇ ગઈ હતી અને આરોપીએ તેના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. પૂણે પોલીસે ઝોયા અસિફ મલિક મામલાની તપાસ કરી તો જાણ થઇ કે તે મહેશ સાથે રહેવા માંગતી ન હતી. તે પશ્ચિમ બંગાળના સાહિલ સાથે રહેવા માંગતી હતી. આ વાત આરોપી મહેશને પસંદ પડી ન હતી અને તેણે બદલો લેવાનો વિચાર કર્યો હતો.
    Published by:Ashish Goyal
    First published: