3 મહિના માટે CAA લાગુ કરી શકે છે આસામ સરકાર, 5 લાખને નાગરિકતા મળશે

News18 Gujarati
Updated: January 16, 2020, 10:16 PM IST
3 મહિના માટે CAA લાગુ કરી શકે છે આસામ સરકાર, 5 લાખને નાગરિકતા મળશે
3 મહિના માટે CAA લાગુ કરી શકે છે આસામ સરકાર, 5 લાખને નાગરિકતા મળશે

સૂત્રોના મતે આસમની સરકારે રાજ્યમાં સીએએ લાગુ કરાવવા માટે ત્રણ મહિનાનો પ્રસ્તાવ રાખ્યો છે

  • Share this:
નવી દિલ્હી : દેશભરમાં સીએએ(CAA), એનઆરસી (NRC) અને એનપીઆર (NPR)ને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ખાસ કરીને આસમ(Assam)માં આ વિરોધ વધારે છે. આવા સમયે આસામના વિત્ત મંત્રી હિમંતા બિશ્વ સરમા(Himanta Biswa Sarma)એ ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીતમાં કહ્યું છે કે કોઈને પણ ભારતની નાગરકિતા લેવા માટે અરજી કરતા સમયે ધાર્મિક પ્રતાડિતની સાબિતી રજુ કરવાની જરુર નથી. કોઈને પણ આવી સાબિતી કેવી રીતે મળશે.

બાંગ્લાદેશ પોલીસ ક્યારેય પણ તમને ધાર્મિક પ્રતાડનાથી પીડિત બતાવશે નહીં. તમારે ફક્ત એ સાબિત કરવાની જરુર પડશે કે તમે ભારતમાં 31 ડિસેમ્બર 2014 પહેલા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે એક વખત નિયમોને અંતિમ રુપ આપ્યા પછી આસમના લોકોને આશ્વત કરવામાં આવી શકે છે કે રાજ્યમાં ફક્ત 3-5 લાખ લોકો રહે છે, જે નાગરિકતા માટે પાત્ર છે. સરમાએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ(West Bengal)માં લગભગ 1 કરોડ લોકોને સીએએ દ્વારા ભારતની નાગરિકતા મળી જશે.

આ પણ વાંચો - 26 જાન્યુઆરી પહેલા મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ, શ્રીનગરમાં જૈશના 5 આતંકવાદીની ધરપકડ

સૂત્રોના મતે આસમની સરકારે રાજ્યમાં સીએએ લાગુ કરાવવા માટે ત્રણ મહિનાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ ત્રણ મહિનામાં જે લોકો નાગરિકતા માટે અરજી કરશે તેમને જ ભારતની નાગરિકતા મળી શકશે. આને લઈને 15 દિવસની અંદર નિયમ નક્કી કરવામાં આવી શકે છે.

આસામમા પ્રદર્શન યથાવત્
સીએએના વિરોધમાં પ્રદર્શન કરી રહેલ ઓલ આસમ સ્ટુડન્ટ્સ યૂનિયનના કાર્યકર્તાઓએ આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને બુધવારે ડિબ્રૂગઢમાં કાળા ઝંડા બતાવ્યા હતા. મુખ્યમંત્રી ડિબ્રૂગઢ એરપોર્ટ પહોંચ્યા હતા અને પોતાના પરિવાર સાથે ફસલના તહેવાર ‘ભોગલી બિહૂ’ ને મનાવવા પોતાના ગૃહ નગર જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
First published: January 16, 2020, 10:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading