ગુવાહટી: આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વ શર્માએ રાજ્યના મંદિરો અને નામઘર (વૈષ્ણવ પ્રાર્થના સભાગાર)ના પૂજારીઓને મંગળવારે ઔપચારિક રીતે 10-10 હજાર રૂપિયાની સેલરી આપી છે.
સત્તાવાર નોટિફિકેશનમાં કહેવાયું છે કે, 6124 વૈષ્ણવ પૂજારી, 2148 મંદિરોના મહંત અને પૂજારીને અનુદાન આપવામાં આવ્યું છે. તેમાં કહેવાયું છે કે, આ મદદ કોવિડ પ્રભાવિત વસ્તીને નાણાકીય સહાય આપનારા રાજ્ય અંતર્ગત આપવામાં આવી છે.
મુખ્યમંત્રી શર્માએ કહ્યું કે, મહામારી દરમિયાન પૂજારીઓને પડેલી મુશ્કેલીઓને જોતા સરકારે આ પહેલ કરી છે.
અગાઉ ઓગસ્ટ 2021માં કોરોના મહામારીના કારણે મંદિરોમાં પૂજારીઓને 15000 રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયનું હિન્દુ જનજાગૃતિ સમિતિએ પણ સ્વાગત કર્યું હતું અને અન્ય રાજ્ય તેની પહેલ કરે તેવી પણ માગ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર