Home /News /national-international /

આસામમાં NRCનો ફાઈનલ ડ્રાફ્ટ જાહેર, 40 લાખ લોકોના નામ ગાયબ

આસામમાં NRCનો ફાઈનલ ડ્રાફ્ટ જાહેર, 40 લાખ લોકોના નામ ગાયબ

  આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)નો બીજો અને અંતિમ ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. આજે તેને જાહેર કરવામાં આવ્યો છે. આસામના એનઆરસીના રાજ્ય સંયોજક પ્રતીક હાજેલાએ એનસીઆરનો છેલ્લો ડ્રાફ્ટ જાહેર કરતા કહ્યું કે, 3.29 કરોડ અરજીકર્તામાંથી 2.90 કરોડ ગેરકાયદે નાગરીક મળી આવ્યા છે. તેનો મતલબ એ થયો કે, આ ફાઈનલ લીસ્ટમાં 40 લાખ લોકોના નામ નથી.

  આસામમાં પ્રથમ ડ્રાફ્ટ ગત વર્ષે ડિસેમ્બરના અંતમાં જાહેર થયો હતો. પ્રથમ ડ્રાફ્ટમાં 3.29 કરોડ અરજીકર્તામાંથી 1.9 કરોડ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. હવે બાકી બચેલા ફાઇનલ ડ્રાફ્ટમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે, આ લોકો ભારતના નાગરિક છે કે નહીં.

  જોકે, હાજેલાએ સાથે કહ્યું કે, આ બસ છેલ્લો ડ્રાફ્ટ છે, ફાઈનલ એનઆરસી નથી. જેથી જેનું નામ આ ડ્રાફ્ટમાં નથી, તે ગભરાય નહી. પ્રતિક હાજેલાએ જણાવ્યું કે, જેનું નામ ફાઈનલ ડ્રાફ્ટમાં નથી, તેમણે સંબંધિત સેવા કેન્દ્રમાં એક ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ સાત ઓગષ્ટથી 28 સપ્ટેમ્બર વચ્ચે મળી રહેશે, અને અધિકારીઓએ તેમણે તેમનું કારણ જણાવવું પડશે કે, ડ્રાફ્ટમાં તેમનું નામ કેમ છુટ્યું. ત્યારબાદ અગામી પગલા હેઠળ પોતાના દાવાને નોંધાવવા માટે અન્ય એક ફોર્મ ભરવું પડશે, જે 30 ઓગષ્ટથી 28 સપ્ટેમ્બર સુધી મળશે. આવેદક પોતાનું નામ એનસીઆર સેવા કેન્દ્રમાં જઈ 30 જુલાઈથી 28 સપ્ટેમ્બર સુધીમાં કામકાજના દિવસમાં સવારે 10 કલાકથી સાંજે ચાર કલાક સુધીમાં જોઈ શકાશે.  રાજ્યમાં ફાઇનલ ડ્રાફ્ટ જાહેર થતા પરિસ્થિતિ વણસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે ઘણા સ્થાને સુરક્ષાબળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે લોકોને શાંતિ રાખવા અને કોઈ પ્રકારની અફવામાં ન આવવાની અપીલ કરી છે.

  જાણો એનઆરસી વિશે ખાસ વાતો

  • આસામ દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જેનો એનઆરસી છે. એનઆરસી એક એવી પ્રક્રિયા છે. જે અપ્રત્યક્ષ રીતે દેશમાં ગેર કાયદેસર રહેતા વિદેશી નાગરિકોને શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જો તમે આસામના નાગરિક છો અને દેશના બીજા ભાગમાં રહો છો અથવા કામ કરો છે તો તમારે એનઆરસીમાં પોતાનું નામ નોંધાવવાની જરૂર છે.
  • આખો મામલો આસામ આંદોલન સાથે જોડાયેલો છે. 1985ની સમજુતી બાંગ્લાદેશથી અવૈધ આવનાર સામે 6 વર્ષ સુધી હિંસક વિરોધ પ્રદર્શનનોનુ પરિણામ હતું. જે આસામ આંદોલનના રૂપમાં ઓળખાય છે. આસામ એવું રાજ્ય છે જેની સાથે બાંગ્લાદેશની 4,096 કિલોમીટરની સીમાનો ભાગ લાગે છે.
  • આસામની વસ્તીમાં મુસલમાનોની ભાગીદારી 1961માં 23.3 ટકા હતી. જે 2011માં વધીને 34 ટકા થઈ ગઈ હતી. જેમ કે જનગણનાના આંકડામાં બતાવ્યું છે. જોકે તેમાં હાલ સ્પષ્ટ નથી કે કેટલા અસમી, બંગાળી અને બાંગ્લાદેશી છે.
  • આસામમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓનો મામલો ઘણો મોટો મુદ્દો રહ્યો છે. જેના કારણે હંમેશા હિંસક ઘટનાઓ બનતી રહે છે. અસમના મુળ નાગરિકોનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે અહીં આવીને રહેલા લોકો તેમનો હક મારી રહ્યા છે. આના કારણે 80ના દાયકામાં મોટું આંદોલન થયું હતું. આ પછી અસમ ગણ પરિષદ અને તત્કાલિન રાજીવ ગાંધીની સરકાર વચ્ચે સમજુતી બની હતી. જેમાં નક્કી થયું હતું કે 1971 સુધી જે બાંગ્લાદેશી અસમમાં આવ્યા છે તેમને નાગરિકતા આપવામાં આવશે અને બાકીનાને બહાર કાઢી મુકવામાં આવશે.
  • આસામમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરીકોને શોધવા માટે એનઆરસી જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં માર્ચ 24, 1971ની અડધી રાત્રી બાદથી ગેરકાયદે રીતે રાજ્યમાં ઘુસી આવેલા બાંગ્લાદેશી નાગરીકોને ઓલખી કાઢવાની કોશિસ કરવામાં આવી. આ તારીખ મૂળ રૂપે 1985માં અસમ સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો. તે સમયના તત્કાલિન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી સરકાર અને અસમ સ્ટૂડેંટ્સ યૂનિયન વચ્ચે સાઈન થયો હતો.


  આવી રીતે કરો NRCમાં પોતાના નામની તપાસ

  પહેલી રીત - સૌથી પહેલા તમે તમારા એનઆરસી સેવા કેન્દ્ર જઈ શકો છો. આ સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. કોઈ પણ કાર્યદિવસમાં જઈ પોતાનું નામ ચેક કરી શકો છો.

  બીજી રીત - તમે www.nrcassa.nic.in પર, www.assam.mygov.in અને www.assam.gov.in પર ક્લિક કરી આની પૂરી જાણકારી લઈ શકો છો.

  ત્રીજી રીત - સૌથી સરળ રીત એ છે કે, તમે ઘરે બેસી મોબાઈલથી આની જાણકારી લઈ શકો છો. આના માટે ARN ટાઈપ કરો અને તેને 9765556555 પર મોકલી દો.

  ચોથી રીત - તમે ઈચ્છો તો ફોન પર પણ પોતાનું નામ લિસ્ટમાં ચેક કરી શકો છો. તેના માટે જો આસામમાં રહે છે તે 15107 નંબર ડાયલ કરો. જે આસામથી બહાર રહે છે, તે 18003453762 ડાયલ કરી મિનીટોમાં જાણકારી લઈ શકે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Gets, National register of citizens, Set, આસામ

  આગામી સમાચાર