આસામમાં હાથીના બચ્ચાને 1km સુધી ટ્રેક પર ઘસડનારું માલગાડીનું એન્જિન ‘જપ્ત’, રેલવેએ જણાવ્યું આ કારણ

પ્રતીકાત્મક તસવીર

હાથીના બચ્ચાનું શબ તેની માતાના શબથી એક કિલોમીટર દૂર મળ્યું હતું, રિઝર્વ ફોરેસ્ટમાં ખૂબ જ ઝડપી ટ્રેન દોડવતાં બની હતી દુર્ઘટના

 • Share this:
  (તુલીકા દેવી)

  ગુવાહાટીઃ આસામ વન વિભાગ (Assam Forest Department)એ મંગળવારે એક માલગાડી ટ્રેનના એન્જિનને ‘જપ્ત’ કરી લીધું છે. થોડાક સપ્તાહ પહેલા આ ટ્રેને લુમડિંગ રિઝર્વ ફોરેસ્ટથી પસાર થઈ રહેલી 35 વર્ષની હાથણી અને તેના એક વર્ષના બચ્ચાને કચડી દીધા હતા. સ્થાનિક ઓથોરિટીએ જણાવ્યું કે હાથીના બાળકનું શબ તેની માતાના શબથી એક કિલોમીટર દૂર મળ્યું હતું, જેનાથી જાણી શકાય છે કે ટ્રેન રિઝર્વ ફોરેસ્ટની તરફ ખૂબ જ ગતિથી વધી રહી હતી, જે નિયમોનું ઉલ્લંઘન છે. પૂર્વોત્તર ફ્રન્ટિયર રેલવેએ કહ્યું કે આ બસ ‘પ્રક્રિયાત્મક આવશ્યક્તા’ હતી. રેલવેએ એક નિવેદનમાં કહ્યું કે, આ પહેલી આવી ઘટના નથી અને આ તપાસ માટે જરૂરી કાર્યવાહી હેઠળ કરવામાં આવ્યું છે. એન્જિનના ઓપરેશનમાં કોઈ અડચણ નથી આવી અને લોકોમોટેવને હાલ રેલવે ઉપયોગમાં લઈ રહી છે.

  નોંધનીય છે કે આ ઘટના 27 સપ્ટમ્બરે બની હતી અને આસામ ઓથોરિટીએ આ એન્જિનને મંગળવારે જપ્ત કર્યું છે. આસામ વન મંત્રી પરિમલ શુક્લાબેદ્યએ જણાવ્યું કે આ ટ્રેન રેલવે દ્વારા પોતાની પ્રોજેક્ટ સાઇટથી સામાન પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહી હતી. તેની સ્પીડ વધુ હતી જેના કારણે તેની યોગ્ય સમયે બ્રેક ન વાગી.

  આ પણ વાંચો, Facebook લાવી રહ્યું છે નવું ફીચર, હવે સરળતાથી જાણી શકશો તમારા પડોશીઓ વિશે

  આસામ વન વિભાગે કહ્યું કે, જ્યારે ફોરેસ્ટ સ્ટાફ લુમડિંગ રેન્જ પહોંચ્યો તો તેમને હાથણી અને બચ્ચાના શબ મળ્યા. હાથીનું બચ્ચું પોતાની માતાના શબથી એક કિલોમીટર દૂર સુધી ઘસડાઈને ગયું હતું. આસામ વન વિભાગે આ મામલાને વન સંરક્ષણ કાયદા હેઠળ ઉઠાવ્યો છે અને તેમાં તપાસ શરૂ કરી છે.

  અધિકારીઓની એક ટીમે મંગળવારે બમનિમૈદાન લોકોમોટિવ શેડ પહોંચી અને એન્જિનને જપ્ત કરી દીધું હતું. રેલવેએ જણાવ્યું કે એન્જિનના એક પાયલટ અને તેના સહયોગીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

  આ પણ વાંચો, માત્ર 5000 રૂપિયા રોકીને કરો લાખોની કમાણી, શરૂ કરો આ બિઝનેસ દર મહિને થશે મોટી કમાણી

  રેલવેએ જણાવ્યું કે તેમની તપાસમાં પણ સામે આવ્યું છે કે ટ્રેન ખૂબ વધુ ગતિથી જઈ રહી હતી. હાલ એન્જિનને પરત રેલવેની કસ્ટડીમાં આપવામાં આવ્યું છે અને તેનું ઓપરેશન ચાલુ છે.
  Published by:Mrunal Bhojak
  First published: