Home /News /national-international /આસામ પૂર : મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ CM રિલીફ ફંડમાં આપ્યા 25 કરોડ રૂપિયા, સીએમ હિમંત બિશ્વ સરમાએ માન્યો આભાર

આસામ પૂર : મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ CM રિલીફ ફંડમાં આપ્યા 25 કરોડ રૂપિયા, સીએમ હિમંત બિશ્વ સરમાએ માન્યો આભાર

મુશ્કેલીમાં આસામના લોકોની પડખે ઊભા રહી, રિલાયન્સ ફાઉન્ડેશને આસામ મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ. 25 કરોડનું યોગદાન આપ્યું

Assam Flood News: મુખ્યમંત્રી હિમંત બિશ્વ સરમાએ એક ટ્વિટમાં કહ્યું કે મુખ્યમંત્રી રાહત કોષમાં 25 કરોડ રૂપિયાનું દાન આપીને આ મહત્વપૂર્ણ સમયમાં આસામના લોકો સાથે ઉભા રહેવા માટે મુકેશ અંબાણી અને અનંત અંબાણીનો હાર્દિક આભાર

ગુવાહાટી : ભયંકર પૂરનો સામનો કરી રહેલ આસામની (Assam floods)આર્થિક મદદ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિશ્વ સરમાએ ( Himanta Biswa Sarma)રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના (Reliance Industries Limited)ચેરમેન અને એમડી મુકેશ અંબાણી (Mukesh Ambani)અને તેમના પુત્ર અનંત અંબાણીનો (Anant Ambani)આભાર માન્યો છે. મુખ્યમંત્રી હિમંત બિશ્વ સરમાએ એક ટ્વિટમાં કહ્યું કે મુખ્યમંત્રી રાહત કોષમાં 25 કરોડ રૂપિયાનું દાન આપીને આ મહત્વપૂર્ણ સમયમાં આસામના લોકો સાથે ઉભા રહેવા માટે મુકેશ અંબાણી અને અનંત અંબાણીનો હાર્દિક આભાર. તેમણે આગળ કહ્યું કે અમે આ પ્રકારના કાર્યાની પ્રશંસા કરીએ છીએ. આનાથી અમારા પૂર રાહત ઉપાયોને ઘણી મોટી મદદ મળશે.

લગભગ મહિનાથી કરવામાં આવેલા રાહત કાર્યો બાદ મુખ્યમંત્રી રાહતફંડમાં યોગદાન આપવામાં આવ્યું છે અને રિલાયન્સ ફાઉન્ડેશન રાજ્ય સરકાર અને નાગરિક સમાજ સંગઠનો સાથે મળીને આસામમાં રાહત કાર્યોને સતત જારી રાખવામાં આવશે. પૂરની પરિસ્થિતિનો ખ્યાલ આવતાંની સાથે જ ફિલ્ડ પરની એક ટીમ સાથે રિલાયન્સ ફાઉન્ડેશને આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને રાષ્ટ્રીય આરોગ્ય મિશન, પશુપાલન અને પશુચિકિત્સા વિભાગ, જિલ્લા વહીવટીતંત્રો અને અન્ય નાગરિક સમાજ સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા હતા અને રાહત પૂરી પાડવા અને પૂરને કારણે થતી તકલીફને દૂર કરવા માટેનું પ્રયાસોને ઝડપી બનાવવામાં યોગદાન પૂરું પાડ્યું હતું.

કચર જિલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન સિલચર, કાલૈન, બોરખોલા અને કટીગોરહ બ્લોકમાં તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોમાં મદદ કરી રહ્યું છે. જ્યારે નાગાંવ જિલ્લાના કાઠિયાટોલી, રાહા, નાગાંવ સદર અને કામપુર બ્લોકમાં પણ રાહત કામગીરી કરવામાં આવી રહી છે.મેડિકલ કેમ્પ યોજાઈ રહ્યા છે અને ઈમરજન્સી રાહત કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, રાજ્યમાં અઠવાડિયાના અવિરત વરસાદ પછી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવતાં કચર અને નાગાંવ જિલ્લાઓમાં સંખ્યાબંધ પશુધન શિબિરો પણ યોજવામાં આવી રહી છે. 1 જૂનના રોજ શિબિરોની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 1,900થી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે અને પૂરને કારણે ઊભા થતા વિવિધ સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરવા માટે સારવાર આપવામાં આવી રહી છે. પશુધન કેમ્પમાં 10,400થી વધુ પ્રાણીઓની સારવાર કરવામાં આવી છે.તબીબી શિબિરોની સાથે, રિલાયન્સ ફાઉન્ડેશન ઘરેલુ સ્તરે તાત્કાલિક રાહત પૂરી પાડવા માટે સૂકા રાશન અને સ્વચ્છતા જરૂરિયાતો પૂરી કરવા માટેની રાહત કીટનું વિતરણ કરી રહ્યું છે. આજદિન સુધીમાં 5,000 ઘરોને કીટ આપવામાં આવી હતી. વર્ષ 2021માં રિલાયન્સ ફાઉન્ડેશને આઠ આપત્તિઓ, મુખ્યત્વે ચક્રવાત અને પૂરથી પ્રભાવિત વિવિધ રાજ્યોમાં રાહત પ્રયાસોમાં યોગદાન આપ્યું હતું, જેમાં રાહતની સાથે-સાથે આપત્તિ પહેલા અને પછીના જાગૃતિ અભિયાનનો સમાવેશ થાય છે અને તેમાં ગત વર્ષે 1.7 લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા.આ પણ વાંચો - ભાજપનાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર દ્રોપદી મુર્મૂને મળ્યું YSR કોંગ્રેસનું સમર્થન, વાંચો તેમની જીવન સફર

અધિકારીઓએ જણાવ્યું કે આસામમાં પૂરની સ્થિતિ શુક્રવારે પણ ગંભીર રહી હતી. રાજ્યના 45.34 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. અધિકારીઓના મતે બ્રહ્મપુત્ર અને બરાક નદીઓ પોતાની સહાયક નદીઓ સાથે ઉફાન પર છે. જોકે કેટલાક ક્ષેત્રોમાં પૂરના પાણી ઉતરી રહ્યા છે. રાજ્યમાં પૂરના કારણે છેલ્લા 24 કલાકમાં અન્ય સાત લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 108 થયો છે. અસમની બરાક ઘાટીમાં પ્રવેશ દ્વાર માનવામાં આવતા સિલચરના મોટાભાગના વિસ્તાર જલમગ્ન છે.

NDRF ની 8 ટીમ ઇટાનગર અને ભુવનેશ્વરથી બોલાવવામાં આવી

આસામ રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણે કહ્યું કે ગંભીર રુપથી પ્રભાવિત જિલ્લા અને વિશેષ રુપથી કછાર જિલ્લામાં અતિરિક્ત સંશાધનો સાથે બચાવ અને રાહત કાર્યોમાં ઝડપ લાવવામાં આવી છે. અધિકારીઓના મતે રાહત અને બચાવ કાર્યો માટે એનડીઆરએફની આઠ ટીમને ઇટાનગર અને ભુવનેશ્વરથી બોલાવવામાં આવી છે. જેમાં કુલ 207 કર્મી છે. જ્યારે 120 સદસ્યોવાળી સેનાની એક ટીમ દીમાપુરથી નૌ નૌકાઓ સાથે મળીને સિલચરમાં બચાવ અભિયાન માટે મોકલવામાં આવી છે.

લગભગ આખું સિલચર શહેર પાણીમાં ડૂબ્યું

રાજ્ય સરકારે જિલ્લામાં સ્થિતિની જાણકારી માટે હેલ્પલાઇન નંબર 0361-2237219, 9401044617 અને 1079 સેવા શરૂ કરી છે. અધિકારીઓના મતે લગભગ ત્રણ લાખ લોકોને ભોજન, સ્વચ્છ પાણી અને દવાઓનો અછતનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે લગભગ આખું સિલચર શહેર પાણીમાં ડુબેલું છે. અધિકારીઓએ કહ્યું કે પ્રભાવિત વિસ્તારમાં ભોજનના પેકેટ, પાણીની બોટલો અને અન્ય જરૂરી વસ્તુઓ વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા આપવામાં આવી રહી છે. પૂરના કારણે લગભગ 2.80 લાખથી વધારે લોકોએ રાહત શિવરોમાં શરણ લીધી છે.
First published:

Tags: Reliance group, મુકેશ અંબાણી, રિલાયન્સ

विज्ञापन