Home /News /national-international /Assam Floods: આસામમાં પૂરની ભયાનક સ્થિતિ, પોલીસ સ્ટેશન ધરાશાયી, જુઓ Video

Assam Floods: આસામમાં પૂરની ભયાનક સ્થિતિ, પોલીસ સ્ટેશન ધરાશાયી, જુઓ Video

ભારે વરસાદના કારણે ભંગનામારી પોલીસ સ્ટેશન (Bhangnamari Police Station)ધરાશાયી થઇ જાય છે

Assam Floods news - લગભગ એક મહિનાથી અસમના ઘણા જિલ્લામાં લાખો લોકો પૂરનો સામનો કરી રહ્યા છે

ગુવાહાટી : આસામમાં પૂરની (Assam Floods)સ્થિતિ ઘણી ભયાનક બની રહી છે. લગભગ એક મહિનાથી અસમના (Assam)ઘણા જિલ્લામાં લાખો લોકો પૂરનો (Floods)સામનો કરી રહ્યા છે. પૂરના કારણે ઘણા લોકોના મોત પણ થયા છે. આ દરમિયાન પૂરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેના પરથી પૂરની ભયાનકતા વિશે ખબર પડે છે. ભારે વરસાદના કારણે ભંગનામારી પોલીસ સ્ટેશન (Bhangnamari Police Station)ધરાશાયી થઇ જાય છે. આ આસામના નાલબારી જિલ્લામાં આવેલું છે. પોલીસ સ્ટેશન ધરાશાયી થાય તે પહેલા બધાને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેથી કોઇ જાનહાની થઇ નથી.

સરકાર પૂરગ્રસ્તોને મદદ પહોંચાડી રહી છે. અસમ આપદા પ્રબંધન પ્રાધિકરણે જણાવ્યું કે સોમવારે પૂરના કારણે 8 લોકોના મોત થયા છે. કુલ મૃત્યુઆંક 134 થયો છે. જ્યારે 21 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે.

આ પણ વાંચો - દુનિયાના મોટા નેતાઓની વચ્ચે પીએમ મોદીને મળવા આતુર જણાયા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, Video વાયરલ

એએસડીએમએના બુલેટિન પ્રમાણે 22 જિલ્લામાં કુલ પ્રભાવિત વસ્તી ઘટીને 21.52 લાખ થઇ ગઈ છે જ્યારે ગત દિવસોમાં 28 જિલ્લામાં આ સંખ્યા 22.21 લાખ હતી. અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગની નદીઓમાં જળસ્તર ઘટી રહ્યું છે. જોકે નગાવમાં કોપિલી, કછારમાં બરાક અને કરીમગંજમાં કરીમગંજ અને કુશિયારા ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.



એક સપ્તાહથી વધારે સમયમાં પાણીમાં ડુબેલા સિલચરમાં તે વિસ્તારોમાં રાહત પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જ્યાં પ્રશાસને વાયુસેનાના હેલિકોપ્ટરથી ભોજન, પીવાનું પાણી અને અન્ય આવશ્યક વસ્તુઓના પેકેટ આપવા માટે હવાઇ માર્ગથી પહોંચવાનું બાકી છે.

આ પણ વાંચો - બાળપણના પ્રેમ માટે પત્નીએ આશિકને ઘરે બોલાવી એન્જિનિયર પતિની કરાવી ક્રૂર હત્યા

એએસડીએમએના એક બુલેટિનમાં કહ્યું કે રાજ્યભરમાં 61 રાજસ્વ મંડલો અંતર્ગત 2254 ગામો પૂરથી પ્રભાવિત થયા છે. જ્યારે 1,91,194 લોકોએ 538 રાહત શિવિરોમાં શરણ લીધી છે. ભારે વરસાદથી 79 રસ્તા અને પાંચ પુલોને નુકસાન પહોંચ્યું છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે 74,655.89 હેક્ટર ક્ષેત્ર હજુ પણ જલમગ્ન છે. અત્યાર સુધીમાં 2774 પ્રાણીઓ પાણીમાં તણાઇ ગયા છે.
First published:

Tags: Floods, આસામ