આસામ : પૂરના કારણે 43 લાખ લોકો ફસાયા, કાજીરંગા નેશનલ પાર્કનો 95 ટકા ભાગ ડૂબ્યો

આસામના 33માંથી 30 જિલ્લા પૂરની ઝપેટમાં આવી ગયા છે.

છેલ્લા બે દિવસોમાં પૂરના કારણે કાજીરંગા નેશનલ પાર્કમાં 17 પ્રાણીઓના મોત થયા છે

 • Share this:
  આસામમાં પૂરની સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. સોમવારે રાજ્યમાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી. સતત પડી રહેલા વરસાદના કારણે આસામના લગભગ 43 લાખ લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. મૂશળધાર વરસાદગથી હજારો ઈમારતોને નુકસાથ થયું છે, જ્યારે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. પૂરના કારણે હજારો ગામ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. કાજીરંગા નેશનલ પાર્કનો 95 ટકા ભાગ પૂરમાં ડૂબી ગયો છે.

  કાજીરંગામાં ભારે તબાહી

  કાજીરંગા નેશનલ પાર્કમાં છેલ્લા બે દિવસોમાં પૂરથી 17 પ્રાણીઓના મોત થયા છે. અનેક પ્રાણીઓ પાર્કથી બહાર જતાં જોવા મળ્યા. પ્રાણીઓ અનેક સ્થળે ફસાયેલા છે. પૂરમાં ફસાયેલા પ્રાણીઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

  પાણીનો સૈલાબ

  આસામના 33માંથી 30 જિલ્લા પૂરથી ઝપેટમાં છે. એક અનુમાન મુજબ, લગભગ 43 લાખ લોકો પર આ પૂરની અસર થઈ છે. પૂરથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લો બારપેટા છે. ત્યાં પૂરના કારણે 7.35 લાખ લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે. આ ઉપરાંત મોરીગાંવ, ગ્વાલપાડા, નગાંવ અને હૈલાકાંડી જિલ્લા પણ સૌથી વધુ પ્રભાવિત છે.

  એક અનુમાન મુજબ, લગભગ 43 લાખ લોકો પર આ પૂરની અસર થઈ છે.


  આ પણ વાંચો, પાકિસ્તાને ખોલી એરસ્પેસ, હવે ભારતીય પ્લેન પસાર થઈ શકશે

  ગુવાહાટીમાં ખતરો


  બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર વધવાથી ગુવાહાટીની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે જો વરસાદ નહીં અટકે તો ગુવાહાટી શહેરમાં પણ પાણી ભરાઈ શકે છે. હાલમાં રાજ્યની દસ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.

  કેન્દ્રની મદદ

  કેન્દ્ર સરકારે આસામને શક્ય તમામ સહાયતા અને સહયોગનું આશ્વાસન આપ્યું છે. ગૃહ મંત્રી અમિત શાહે એનડીઆરએફ અને બાકી એજન્સીઓને નિર્દેશ આપ્યો કે તેઓ બચાવ અને પુનર્વાસમાં કાર્યરત રહે.

  લોકો ઘર છોડવા માટે મજબૂર બન્યા છે.


  ભારે વરસાદની ચેતવણી

  હવામાન વિભાગ મુજબ, આગામી થોડા દિવસોમાં પૂરની સ્થિતિ વધુ વણસી શકે છે. ખાસ કરીને પૂર પ્રભાવિત વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

  આ પણ વાંચો, 50 લાખ સુધીના પગારદારો IT રિટર્ન માટે ભરો આ ફોર્મ
  Published by:Mrunal Bhojak
  First published: