Assam Election Result Live: આસામમાં ફરી કમળ ખીલ્યું, BJPની ઐતિહાસિક જીત થશે

Assam Election Result Live: સરબાનંદ સોનોવાલ સરકાર રચશે ઈતિહાશ

Assam Election Result: ભારતીય જનતા પાર્ટી વલણમાં કૉંગ્રેસ ગઠબંધનથી ક્યાંય આગળ, સતત બીજી ટર્મ ભાજપની સરકાર બનશે

  • Share this:
    દિસપુર : વિધાનસભાની ચૂંટણીમાં (Assembly Elections 2021) બંગાળમાં ભલે ભારતીય જનતા પાર્ટીને ધાર્યુ પરિણામ ન મળ્યું પરંતુ આ પરિણામોથી ભાજપના કાર્યકરોએ નાખુશ થવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટી દેશના પૂર્વોત્તર રાજ્ય આસામ Assam જ્યાંથી સરકાર બનાવવાની શરૂઆત કરી ત્યાં ફરી ઐતિહાસિક જીત મેળવવા જઈ રહી છે. અહીંયા વલણોમાં ભાજપની જીત સ્પષ્ટ છે. ભાજપ મોટી બહુમતી સાથે અહીંયા સરકાર બનાવશે. શરૂઆતના વલણમાં ભાજપ 80 સીટમાં આગળ હતી. જ્યારે ગઠબંધનની કૉંગ્રેસ પાર્ટી ઘણી પાછળ છે. આ સ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી સરબાનંદ સોનોવાલે સરાકર રચવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી દીધો છે.

    શરૂઆતના વલણ બાદ રાજ્યની સોનોવાલ સરકાર ફરીથી સત્તામાં વાપસી કરી રહી છે. વર્ષ 2016માં ભારતીય જનતા પાર્ટીએ 60 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી અને સરકાર રચી હતી ત્યારે ફરી એક વાર ભાજપની અહીંયા જીત થવા જઈ રહી છે. જોકે, આસામમાં મુખ્યમંત્રી બનવા માટે કોને ભાજપ આગળ ધરશે તેના પર રહસ્ય છે.

    વિધાનસભાની ચૂંટણીના તમામ સમાચાર વાંચવા અહીંયા ક્લિક કરો

    પાર્ટીના વરિષ્ઠ નેતા હેમંતા બીશ્વા અને સરબાનંદ સોનોવાલ વચ્ચે આ પદ માટે ખેંચતાણ છે. ભારતીય જનતા પાર્ટી માટે આસામની જીત મહત્ત્વપૂર્ણ છે કારણ કે અહીંયા ન ફક્ત પક્ષનો જનાધાર વધ્યો છે પરંતુ પૂર્વોત્તરના કિલ્લાના પ્રવેશ દ્વાર પર વિજય કૂચ જારી રહી છે. ભાજપે આસામ જીત્યા પછી ત્રિપુરા, મણીપુર, મિઝોરમ વગેરે જેવા રાજ્યોમાં પણ પોતાની સ્થિતિ મજબૂત કરી હતી.

    વિધાનસભાની ચૂંટણીના તમામ સમાચાર વાંચવા અહીંયા ક્લિક કરો

    બંગાળમાં મમતા જ મમતા...

    શ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election Result 2021)ના પ્રારંભિક વલણોમાં ‘ફાઇવ એમ ફેક્ટર’ (Five M Factor) પોતાનો રંગ બતાવી રહ્યા છે. બીજેપી અને તૃણમુલ કોંગ્રેસ (BJP and Trinamool Congress)ની નજર આ પાંચ એમ પર હતી. બીજેપી જ્યાં મોદી અને મતુઆ (Modi and Matua)ના સહારે જીતની તૈયારી કરી રહી હતી, તો બીજી તરફ ટીએમસી (TMC) મમતા, મહિલા અને મુસ્લિમ (Mamata, Mahila and Muslim)ના સહારે સત્તામાં ત્રીજી વાર વાપસની તૈયારી કરી રહી હતી. એમ ફેક્ટરનો જ પ્રભાવ છે કે આજે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી ત્રીજી વાર સત્તામાં વાપસી કરતી જોવા મળી રહી છે.
    Published by:Jay Mishra
    First published: