Home /News /national-international /મોટા સમાચાર: બાળ વિવાહ વિરુદ્ધ આસામમાં મોટી કાર્યવાહી, 1800 લોકોની ધરપકડ

મોટા સમાચાર: બાળ વિવાહ વિરુદ્ધ આસામમાં મોટી કાર્યવાહી, 1800 લોકોની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગુરુવારે કહ્યું કે, તેમની સરકાર રાજ્યમાં બાળ વિવાહને ખતમ કરવા માટે દરરોજ દ્રઢ સંકલ્પિત છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, આ કેસોમાં કાર્યવાહી 3 ફેબ્રુઆરીથી શરુ કરવામાં આવશે.

આસામ પોલીસ રાજ્યમાં ચાઈલ્ડ મેરેજ (બાળ વિવાહ) અંતર્ગત ગુરુવારે એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે અત્યાર સુધીમાં 1800 લોકોની ધરપકડ કરી છે. આસામ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આ જાણકારી આપી છે. આ અગાઉ આસામ સીએમે જણાવ્યું હતું કે, રાજ્યમાં બાળ વિવાહને લઈને 4004 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: Ahmedabad: Sathya Sai Hospitalમાં આસામના 19 હૃદયરોગના બાળ દર્દીઓની થશે મફતમાં સારવાર, આવી છે વ્યવસ્થા

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગુરુવારે કહ્યું કે, તેમની સરકાર રાજ્યમાં બાળ વિવાહને ખતમ કરવા માટે દરરોજ દ્રઢ સંકલ્પિત છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે, આ કેસોમાં કાર્યવાહી 3 ફેબ્રુઆરીથી શરુ કરવામાં આવશે.

POCSO એક્ટ અંતર્ગત થશે કાર્યવાહી


હિમંત બિસ્વા સરમાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, આસામ પોલીસે રાજ્યમાં બાળ વિવાહના 4004 કેસ નોંધ્યા છે. પોલીસની કાર્યવાહી 3 ફેબ્રુઆરીથી શરુ થશે. હું તમામને સહયોગની અપીલ કરુ છું. હકીકતમાં જોઈએ તો, ગત મહિને આસામ કેબિનેટે બાળ વિવાહ વિરુદ્ધ કાર્યવાહી શરુ કરવાનો નિર્ણય લીધો હતો અને તમામ હિતધારકોને આ મામલામાં સહયોગ માગ્યો હતો. એટલું જ નહીં સરકારે 14 વર્ષથી નાની ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરુષો વિરુધો પોક્સો એક્ટ અંતર્ગત કાર્યવાહીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
First published:

Tags: Child-marriage