મા તે મા! માદા વાનરના મોત પર બચ્ચાએ લોકોને પૂછ્યો સવાલ, વીડિયો જોઈને થઈ જશો ભાવુક
માતાના મોત પર બચ્ચાએ લોકોને પૂછ્યો સવાલ
Assam Monkey Viral Video: આ વીડિયો જોઈને કોઈની પણ આંખો ભીની થઈ જશે, સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે આ બચ્ચું ત્યાં ઊભેલા લોકોને પૂછી રહ્યુ છે કે, તેની સાથે આવું કેમ થયું... આ વાનરનું બચ્ચું તેની માતાની જિંદગી પાછી લાવવાની આજીજી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
ગુવાહાટી: આસામના કાકોઈજાના રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાંથી ઈંટો લઈને જઈ રહેલા વાહન સાથે અકસ્માતમાં એક માદા વાનરનું મોત થયું હતું. આ સાથે માદા વાનર સાથે તેનું બચ્ચું પણ હતું, જે નસીબે બચી ગયું હતું. આ બચ્ચાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેના ચહેરા પરનું દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બચ્ચું રસ્તા પર માતાના મૃતદેહને વળગીને બેઠું છે. વીડિયો જોઈને લાગે છે કે, તે ત્યાં હાજર લોકોને સવાલ પૂછી રહ્યું છે કે, તેની માતા સાથે આવું કેમ થયું. આ વીડિયો IFS સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.
ટ્વિટર પર આ વીડિયો શેર કરતા IFS સુશાંત નંદાએ લખ્યું- આ મને લાંબા સમય સુધી દુ:ખી કરશે.
આસામમાં એક સુવર્ણ માદા વાનરને રસ્તા પર મારવામાં આવી હતી. બચ્ચું હજી પણ તેના ખાળામાં જોવા મળે છે, તેને ખબર નથી કે, તેની સાથે શું થયું છે.
મને જાણ કરવામાં આવી છે કે, બચ્ચાને બચાવવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. પૂરપાટ ઝડપે આવતા વાહનને કારણે તેમનો જીવ ગયો હતો.
This will hunt me for a long long time💔💔
A Golden langur assassinated on the road in Assam. The baby still in its arm not knowing what has befallen him.
કોઈની પણ આંખો ભીની કરી નાખે એવો આ વીડિયો જોઈને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કેવી રીતે આ બચ્ચું ત્યાં ઊભેલા લોકોને પૂછી રહ્યો છે કે, તેની સાથે આવું કેમ થયું અને તેની માતાની જિંદગી પાછી લાવવા માટે આજીજી કરી રહ્યો છે. જો કે, તેની માતા ક્યારેય પરત નહીં ફરે, તેની તેને ખબર નથી. પરંતુ તેમ છતાં તે તેની માતાનો હાથ પકડીને રડીને જગાડવાનો પ્રયાસ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર