Assam Assembly Election Result: આસામમાં મતગણતરી કેન્દ્ર પાસે ટ્રકમાંથી મળ્યા EVM, ઉમેદવારોની સામે જ થઈ તપાસ

Assam Assembly Election Result: આસામમાંથી ઈવીએમ મળી આવતા થયો હતો ફરી વિવાદ

Assam Assembly Election Results: આસામના હૈલાકંડીમાં (Hailakandi)માં શનિવારે સાંજે એક ટ્રકમાં ઇલેક્ટ્રોનિક મશીન મળી આવ્યા હતા. મામલાની જાણકારી મળતા અધિકારીઓ પહોંચી ગયા હતા.

  • Share this:
    હૈલાકંડી : ચૂંટણી પંચ દ્વારા (Election Commission) દેશના 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનભાની ચૂંટણીની મતગણતરીની (Assembly Elections Results Live 2021) પ્રક્રિયા યોજાવા જઈ રહી છે તેવામાં દેશના ઉત્તર પૂર્વીય રાજ્ય આસામ (Assam)માં વધુ એક વાર ઈવીએમ (EVM) સાથે જોડાયેલો મામલો સામે આવ્યો છે. રાજ્યના હૈલાકંડીમાં (Hailakandi)માં શનિવારે ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન મળી આવ્યા છે. મામલાની જાણકારી મળતા જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. જોકે, ટ્રકમાંથી મળી આવેલા ઈવીએમએ ઉત્સુકતા જગાડી હતી.

    સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલો મુજબ આસામના હેલાકંડીમાં શનિવારે સાંજે એક ટ્રકમાંથી ઈવીએમ મળી આવ્યા છે. અહેવાલો મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી મેઘ નિધિ દહલ અને અન્ય રિટર્નિંગ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી હતી. જોકે, ચૂંટણી લડી રહેલા ઉમેદવારો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે જે ઈવીએમ મળી આવી છે તે રિઝર્વ રાખવામાં આવેલૉા હતા અને તેમાં કોઈ વોટ નાખવામાં આવ્યા નથી.

    આ પણ વાંચો : Election Results 2021 Live: બંગાળમાં 39 સીટો પર બીજેપી આગળ, કેરળમાં LDF 36 સીટો પર આગળ

    એજન્સીના જણાવ્યાી મુજબ આ ઈવીએમને ઉમેદવારોની સામે જ ચકાસવામાં આવ્યા હતા અને ઉમેદવારો તેના પરિણામથી સંતુષ્ટ હતા. જોકે, ઈવીએમ મળી આવતા તેને તાત્કાલિક ઈવીએમ વેરહાઉસમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઈવીએમને હાલમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીની મતગણતરીની પૂર્વ સંધ્યાએ આ વખતે ફરી ઈવીએમ મળી આવતા આસામ ચર્ચાનો વિષય રહ્યુ હતું. જોકે, આ વખતે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરી સાથે તમિલનાડુ, કેરળ અને આસામ, પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે જેમાં આસામમાં મુખ્ય મુકાબલો સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસના નેતૃત્વ વાળી ગઠબંધન સામે છે.

    આ પણ વાંચો : મોડાસા : કરૂણ ઘટના! પિતા માટે ઑક્સીજન લેવા નીકળેલા પુત્રની કારનો અકસ્માત, બેનાં મોત, બનાવ CCTVમાં કેદ

    ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં કોની સરકાર રચાશે તેનો નિર્ણય આજે આવી જશે. સવારે 8 વાગ્યાથી પાંચેય પ્રદેશમાં મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. બંગાળમાં મોદી લહેર ચાલે છે કે મમતા બેનર્જી ફરી સત્તાની ખુરશી પર બેસે છે તેની પર સૌની નજર છે.
    Published by:Jay Mishra
    First published: