Home /News /national-international /

કોવિડ-19 નેગેટિવ આવ્યા બાદ કોરોનાના લક્ષણો જોવા મળે તો શું કરવું?

કોવિડ-19 નેગેટિવ આવ્યા બાદ કોરોનાના લક્ષણો જોવા મળે તો શું કરવું?

ડો. પારુલ વડગામા કે જે સુરતમાં ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં રેસ્પિરેટરી મેડિસિન વિભાગના હેડ તરીકે કાર્યરત છે, તે આપના સવાલના જવાબ આપશે. તે IMA GSB Indian Medical Association Gujarat State Branch) માં વાઈસ પ્રેસિડેન્ટ પણ છે

કોરોના મહામારીને લઈને દેશમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. દરેક વ્યક્તિ ભય અને અસુરક્ષા સાથે જીવી રહ્યો છે. પરિણામે ખોટી માહિતી વાયુવેગે ફેલાઈ રહી છે અને વાયરસથી બચવા માટે અલગ અલગ અને ખોટી મેથડનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે

વધુ જુઓ ...
કોરોના મહામારીને લઈને દેશમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. દરેક વ્યક્તિ ભય અને અસુરક્ષા સાથે જીવી રહ્યો છે. પરિણામે ખોટી માહિતી વાયુવેગે ફેલાઈ રહી છે અને વાયરસથી બચવા માટે અલગ અલગ અને ખોટી મેથડનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ કોલમમાં રિડર્સ કોરોના વાયરસ અને વેક્સિન સંબંધિત તથા સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોના જવાબ મેળવી શકશે. આ સપ્તાહે ડો. પારુલ વડગામા કે જે સુરતમાં ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં રેસ્પિરેટરી મેડિસિન વિભાગના હેડ તરીકે કાર્યરત છે, તે આપના સવાલના જવાબ આપશે. તે IMA GSB Indian Medical Association Gujarat State Branch) માં વાઈસ પ્રેસિડેન્ટ પણ છે.

ભારતમાં કોરોનાની બીજી લહેર ક્યારે આવશે?


દરેક શહેરમાં કોરોનાની અલગ અલગ સ્થિતિ જોવા મળી રહી છે. અંદાજે અધિક ભાગોમાં મે ના બીજા અથવા ત્રીજા સપ્તાહે પહોંચવાની આશા છે. જૂનમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ શકે છે.

ઓક્સિજનની કમી પૂર્ણ કરવા માટે શું કરવામાં આવી રહ્યું છે?

દેશમાં ઓક્સિજનની ખૂબ જ કમી જોવા મળી રહી છે. અધિક ઓક્સિજનની ખૂબ જ આવશ્યકતા છે, જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી આપણે એક ડોકટર તરીકે ઉપલબ્ધ વસ્તુઓથી શું કરી શકીએ છીએ તે વધારે મહત્વનું છે. અમે સુરત મેડિકલ કોલેજમાં ઓક્સિજનનો ઉપયોગ ઓછો કરવા અને ઉપલબ્ધ ઓક્સિજનનો યોગ્ય રીતે ઉપયોગ કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. આ માટે કેટલાક મહત્વના પગલા લેવામાં આવ્યા છે. દર્દીનું ઓક્સિજન સેચ્યુરેશન 92%થી ઉપરનું લક્ષ્ય રાખવામાં આવ્યું. જ્યારે પણ દર્દીને ઓક્સિજન આપવામાં આવે છે, ત્યારે ઓક્સિજન પોર્ટ પર થોડોક ઓક્સિજન લીક થાય છે, અથવા વેન્ટીલેટરમાં લિકેજમાં થાય છે. તે માટે અમે બાયોમેડિકલ ટીમ અને ઓક્સિજન ઓડિટ સમિતિ બનાવી, જેમાં એક ડોકટર, એક નર્સ, એક બાયોમેડિકલ એન્જિનિયર સામેલ છે. આ ટીમ લીકેજ માટે દરેક વોર્ડમાં રાઉન્ડ લગાવે છે અને તેને સોલ્વ કરવાનું કાર્ય કરે છે. જ્યારે દર્દી જમે છે અથવા વોશરૂમ જાય છે, ત્યારે ઓક્સિજન સપ્લાય બંધ કરવામાં આવે છે.

જે પણ દર્દીની તબિયત સ્થિર થાય છે, તેમની પાસેથી ઓક્સિજન દૂર કરવાનું શરૂ કર્યું છે. જે દર્દીઓને 5-7 લિટર ઓક્સિજનની જરૂરિયાત રહે છે, તેમને કોન્સન્ટ્રેટર પર શિફ્ટ કરવામાં આવે છે. એક નાનકડા વેન્ટીપિપ ડિવાઈસનો ઉપયોગ કરીએ છીએ. આ વેન્ટીલેટર નથી, પરંતુ એક નાનુ સાધન છે, જે પ્રેશર સાથે ઓક્સિજન આપે છે અને દર્દીના ફેંફસાને ખોલવામાં મદદ કરે છે. જે દર્દીની 15 લીટર પ્રતિ મિનિટની આવશ્યકતા રહેતી હતી, તેને હવે 10 લીટર પ્રતિ મિનિટની આવશ્યકતા રહે છે, આ પ્રકારે ઓછા ઓક્સિજનથી અસરકારકપૂર્ણ દર્દીની સારવાર કરી શકીએ છીએ. આ નાના ઈનોવેશનથી દિવસનો 7-8 મેટ્રિક ટન ઓક્સિજન બચાવી શકાય છે, જેનો ઉપયોગ 100 દર્દીની હાલત સ્થિર કરવા માટે થઈ શકે છે.

આ પણ વાંચો - ટેક મહિન્દ્રાએ કોરોનાને ખતમ કરતી દવા શોધી! પેટન્ટ માટે આ કંપની સાથે મળીને કરી અરજી

જો મહારાષ્ટ્રમાં જુલાઈ-ઓગસ્ટમાં ત્રીજી લહેર જોવાની સંભાવના છે તો તેને કેવી રીતે રોકી શકાય?

મને લાગે છે કે મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ત્રીજી લહેર જોવા મળી શકે છે. તે માટે આપણે અત્યારથી તૈયારી કરવાની જરૂર છે. હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવાની જરૂર છે. વધુ પ્રમાણમાં ઓક્સિજન બેડ, ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટીલેટરની જરૂરિયાત છે. ટ્રેઈન્ડ મેનપાવરની જરૂરિયાત છે. અમે પહેલેથી જ નર્સિંગના વિદ્યાર્થીઓ અને પેરામેડિકલ સ્ટાફ, વેન્ટીલેટરની સ્થાપના, ઓક્સિજન સિલિન્ડરની સ્થાપનાની ટ્રેનિંગ આપવાની શરૂ કર્યું છે. વધતા કેસને રોકવા માટે વધુ માત્રામાં મેનપાવરની જરૂરિયાત રહેશે.

કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ, વાયરસના લક્ષણો જોવા મળે તો શું થાય છે?

જો તમને તાવ, શરીરનો દુખાવો, કફ જેવા હળવા લક્ષણો જોવા મળે તો ખુદને આઈસોલેટ કરી લો અને દવા લેવાની શરૂઆત કરી દો. હંમેશા હાઈડ્રેટેડ રહો, અને ઓક્સિજન સ્તર જોતા રહો. જો ઓક્સિજનના સ્તરમાં ઘટાડો જોવા મળે છે તાત્કાલિક હોસ્પિટલ અને ડોકટરનો સંપર્ક કરો.

કોરોનામાંથી બહાર આવેલ આવેલ વ્યક્તિએ તેના ઓર્ગન્સની તપાસ કરવા માટે કયા ટેસ્ટ કરાવા જોઈએ?

ફોલોઅપ માટે કોઈપણ પ્રકારના ટેસ્ટ માટે કહેવામાં આવતું નથી. ગંભીર ન્યુમોનિયા મામલે કે જેમને 35-40% ફેંફસા સામેલ હોય છે તેમને એક મહિના બાદ છાતીનો સીટી સ્કેન અને પલ્મોનરી ફંક્શન ટેસ્ટ માટેનું કહેવામાં આવે છે. સારવાર બાદ બીજી વાર ઈંફેક્શનથી બચવા માટે CRP, D-Dimer, IL6 ની તપાસ માટેનું કહેવામાં આવે છે.

જેમને લિવરનું સિરોસિસ છે તેમના પર વેક્સીન અસર કરે છે?

જો તમારુ LFT સામાન્ય છે અને કોઈપણ પ્રકારનું ઈંફેક્શન નથી, તો તમે કોવિડ-19ની વેક્સીન લઈ શકો છો.

કોઈપણ વ્યક્તિનું ઓક્સિજન સ્તર નીચે આવી રહ્યું છે અને હોસ્પિટલમાં પહોંચી શક્યા નથી, તો શું કરવું જોઈએ?

જો ઓક્સિજન સ્તર 94% કરતા ઓછું છે, તો દર્દીને ઓક્સિજન કોન્સનટ્રેટરથી સ્ટેબિલાઈઝ કરવાનો પ્રયાસ કરી શકો છો. તમારી આસપાસ કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સુવિધા કે ઓક્સિજન સપ્લાય આપે તે લાભદાયી રહેશે.

મારુ Spo2 નોર્મલ છે, પરંતુ મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે તો શું કરવું? (14 દિવસથી કોવિડ પોઝિટિવ, 5 દિવસથી તાવ આવ્યો નથી, અને spo2 સામાન્ય)

જો તમને શ્વાસમાં લેવામાં તકલીફ થઈ રહી છે તો ડોકટરનો સંપર્ક કરો. ઓક્સિજન સ્તર માપવા માટે અન્ય ઓક્સિમીટરનો ઉપયોગ કરો. તમારા શ્વાસનો રેટ ચેક કરો, તે માટે સીધા સૂઈ જાવ, એક હાથ પેટ પર રાખો, અને તમે એક મિનિટમાં તમે કેટલો શ્વાસ લો છો તેની ગણતરી કરો. એક મિનિટમાં 20 અધિક વાર શ્વાસ લેવો પડે છે તો ડોકટરનો સંપર્ક કરો.
First published:

Tags: Covid 19 Symptoms, Covid 19 test, COVID-19

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन