Home /News /national-international /

ઘરે બેઠા ઓક્સિજન લેવલ કેવી રીતે જાળવી રાખશો? કોરોના અંગે મુંઝવતા પ્રશ્નો અંગે ડોક્ટરે કહ્યું આવું

ઘરે બેઠા ઓક્સિજન લેવલ કેવી રીતે જાળવી રાખશો? કોરોના અંગે મુંઝવતા પ્રશ્નો અંગે ડોક્ટરે કહ્યું આવું

. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના પૂર્વ ડાયરેકટર જનરલ ડો. નિર્મલ કુમાર ગાંગુલીએ અલગ અલગ સવાલોના જવાબમાં આપેલા મંતવ્યો અંગે વિગતો અપાઈ છે

કોરોના વાયરસ મહામારીના કારણે સમાજ ભય અને અસલામતીના ઓછાયા હેઠળ જીવી રહ્યો છે. પરિણામે ખોટી માહિતીઓ દાવાનળની જેમ ફેલાતી હોવાનું જાણવા મળે છે

કોરોના વાયરસ મહામારીના કારણે સમાજ ભય અને અસલામતીના ઓછાયા હેઠળ જીવી રહ્યો છે. પરિણામે ખોટી માહિતીઓ દાવાનળની જેમ ફેલાતી હોવાનું જાણવા મળે છે. ઘણાં લોકો વાયરસને રોકવા ખોટી પદ્ધતિઓનો આશરો લેતા હોવાનું પણ બહાર આવ્યું છે. અહીં આજે આપણે કોરોના કાળમાં મુંઝવતા પ્રશ્નો, રસીકરણ અને આરોગ્ય સંબંધિત સવાલોની વિગતો મેળવીશું. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના પૂર્વ ડાયરેકટર જનરલ ડો. નિર્મલ કુમાર ગાંગુલીએ અલગ અલગ સવાલોના જવાબમાં આપેલા મંતવ્યો અંગે અહીં વિગતો અપાઈ છે. જેમાં રસીની અસરકારકતા, મ્યૂટેન્ટ સ્ટ્રેન અને ઘરે ઓક્સિજન લેવલ ઘટી જાય તો શું કરવું તે સહિતના વિષયો આવરી લેવાયા છે.

સવાલ: જ્યારે ઓક્સિજનની તંગી હોય છે, ત્યારે ઘરે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની મદદ કરવાનો કોઈ રસ્તો ખરો?

શરૂઆતમાં ઓક્સિજન કોન્સેનટ્રેટરનો ઉપયોગ કરી શકાય છે. તેમજ શ્વાસ લેવાની કસરત અને હ્યુમિંગ પણ ઓક્સિજનના ઘટતા સ્તરને જાળવવા ઉપયોગી નીવડી શકે. ઊંધા સુઈ જઈ શ્વાસ લેવો પણ અસરકારક માર્ગ છે. આ માટે તમારે મોઢું નીચે રાખીને 30 મિનિટથી વધુમાં વધુ બે કલાક સુધી સૂવું. ત્યાર બાદ 30 મિનિટથી બે કલાક માટે ડાબી બાજુએ પડખું ફરીને સૂવું. બાદમાં 30 મિનિટથી 2 કલાક સુધી બેસીને શ્વાસ લેવો. પછી જમણી સાઈડ પડખું ફરીને 2 કલાકથી ઓછા સમય માટે સુઈ રહો અને અંતે ફરીથી પેટના બળે ઊંધા સુઈ જાવ.

સવાલ: શું ભારત બાયોટેક મેન્યુફેક્ચરિંગ દ્વારા બનાવેલી રસી જેવી અન્ય રસીઓની વધુ સુરક્ષિત છે?

અત્યારે આ કહેવું મુશ્કેલ છે. આ રસીઓ હાલ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. SaNOtise દ્વારા બનાવાયેલો નાઈટ્રિક ઓક્સાઇડ(NO) નસલ સ્પ્રે અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. તેની યુકે અને કેનેડામાં ટ્રાયલ થઈ છે. તેને ઇઝરાયલ દ્વારા ઇમરજન્સી યુઝ ઓથેન્ટીકેશન (ઇયુએ) માટે પણ મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો - કોરોનાના સમયમાં બેંકમાં જવાની જરૂર નથી, ATM પરથી બેંકના અનેક કામ થઈ શકે છે

સવાલ: શું કોઈ COVID-19 રસીકરણ પછી ઊંઘની ગોળી લઈ શકાય?

હા, જ્યાં સુધી લોહી ગંઠાઈ જવું કે એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જેવી કોઈ તકલીફ ન પડે તે ત્યાં સુધી કોરોના રસીકરણ બાદ ઊંઘની ગોળીઓ લઈ શકાય છે.

સવાલ: કોવિડના ટ્રિપલ મ્યુટેન્ટનો મતલબ શું? શું ભારતમાં તેની સામે લડી શકે તેવી રસી ઉપલબ્ધ છે?

કેટલાક મ્યુટન્ટ્સથી સંક્રમણના દર, તીવ્રતામાં વધારો અને વાયરસનો ડેમોગ્રાફીક વર્તનમાં ફેરફાર હોઈ શકે છે. આજની સ્થિતિમાં કોરોનાના મ્યુટેન્ટ યુવા વર્ગમાં કેટલાક રોગને આમંત્રણ આપે છે. મ્યુટેશનના કારણે રસીની અસરકારકતા ઉપર પણ અસર થાય છે.

ટેસ્ટ ટ્યુબ ડેટામાં મત મુજબ રસી મ્યુટન્ટ્સ પરની કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે. જોકે હજુ સુધી કોઈપણ સારા ફીલ્ડ ડેટા ઉપલબ્ધ નથી. પણ રસી બ્રિટિશ સ્ટ્રેઇન સામે સારી રીતે કામ કરી રહી છે.

સવાલ: કોવિડ -19ની રસી રોગપ્રતિકારક શક્તિને વધારી શરીરમાં અન્ય રોગો સામે પ્રતિરક્ષા વિકસાવે છે કે ફક્ત કોવિડ -19 સામે જ રક્ષણ આપે છે?

આ રસીઓ સાર્સ વાયરસ સામે તેમજ ઈન્ફલ્યુએન્ઝા સામે થોડું રક્ષણ આપી શકતી હોવાનું સામે આવ્યું છે.

સવાલ: પહેલી મેથી કઇ નવી રસી ભારતીય બજારમાં આવે તેવી સંભાવના છે?

ભારતમાં સ્પુતનિક-વી આવી શકે છે. જે પહેલા આયાત થશે અને ત્યાર બાદ તેનું સ્થાનિક કક્ષાએ ઉત્પાદન પણ થશે. જહોનસન અને જહોનસનની રસી વિશે પણ એવું જ બની શકે. તાજેતરમાં અમેરિકામાં આ રસી પરના પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે. જો વાટાઘાટ સફળ થશે તો ફાયઝર પાસેથી બીજી રસી પણ આપણે મેળવી શકીએ છીએ.
First published:

Tags: Coronavirus, Coronavirus Pandemic, Oxygen, Oxygen level, ડોક્ટર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन