Home /News /national-international /નોઇડામાં બનશે એશિયાનું સૌથી મોટું અને ભારતનું પહેલું નેટ ઝીરો એમિશન એરપોર્ટ, વાંચો શા માટે આ ડ્રીમ પ્રોજેક્ટ છે
નોઇડામાં બનશે એશિયાનું સૌથી મોટું અને ભારતનું પહેલું નેટ ઝીરો એમિશન એરપોર્ટ, વાંચો શા માટે આ ડ્રીમ પ્રોજેક્ટ છે
આ દેશનું પહેલું નેટ ઝીરો એમિશન એરપોર્ટ હશે.
Asia biggest and India's first net zero-emission airport: અપકમિંગ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂઆતના વર્ષોમાં નજીકના વિસ્તારો માટે રૂ. 10,000 કરોડના રોકાણની ઉપજ આપે તેવી અપેક્ષા છે.
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે 25 નવેમ્બરે 1 વાગ્યે નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (Noida Internatonal Airport)નો શિલાન્યાસ કરશે. નોઈડામાં જેવર (Jewar, Gautam Buddha Nagar) ખાતે એરપોર્ટ તૈયાર થઈ ગયા બાદ ઉત્તર પ્રદેશ દેશનું એકમાત્ર રાજ્ય બનશે જ્યાં પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Uttar Pradesh is poised to become the only state in India to have five international airposrts) હશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં મંગળવારે કહેવામાં આવ્યું કે આ દેશનું પહેલું નેટ ઝીરો એમિશન એરપોર્ટ હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને આગળ ધપાવતા, નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ જેને જેવર એરપોર્ટ પણ કહેવામાં આવે છે, તે ટૂંક સમયમાં શરૂ થશે અને 2024 સુધીમાં તેની કામગીરી શરૂ થવાની ધારણા છે. આ એરપોર્ટનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે.
એશિયાનું સૌથી મોટું અને દેશના પ્રથમ નેટ ઝીરો-એમિશન એરપોર્ટ તરીકે ઓળખાતા આ એરપોર્ટનો શિલાન્યાસ આજે વડાપ્રધાન દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં કરવામાં આવશે.
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટથી લગભગ 72 કિમી અને દાદરી ખાતેના મલ્ટિ-નોડલ લોજિસ્ટિક્સ હબથી 40 કિમી દૂર એટલે કે વ્યૂહાત્મક સ્થાને આવેલા જેવર એરપોર્ટથી ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાને વેગ મળવાની અપેક્ષા છે. નોઈડાને એરપોર્ટની કાર્ગો સેવાઓથી મોટો ફાયદો થવાની અપેક્ષા છે.
ઓફિશ્યલ નિવેદન મુજબ, અપકમિંગ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ શરૂઆતના વર્ષોમાં નજીકના વિસ્તારો માટે રૂ. 10,000 કરોડના રોકાણની ઉપજ આપે તેવી અપેક્ષા છે.
નોઈડાને એરપોર્ટની કાર્ગો સેવાઓથી મોટો ફાયદો થવાની અપેક્ષા છે.
જેવર એરપોર્ટ કઈ રીતે એક ડ્રીમ પ્રોજેક્ટ છે, જાણો
-તે ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે જે ચાર તબક્કામાં બાંધવામાં આવશે. પ્રથમ તબક્કાનો પ્રોજેક્ટ ખર્ચ રૂ. 8,916 કરોડ છે.
-એરપોર્ટ 1,334 હેક્ટર જમીનમાં ફેલાયેલું હશે અને તે લગભગ 1.2 કરોડ મુસાફરોને સેવા આપવાની ક્ષમતા ધરાવતું હશે.
-જોબની તકો માત્ર એરપોર્ટ પરના કામથી જ નહીં પરંતુ સ્ટોરેજ, ડિફેન્સ અને ફૂડ જેવા સંલગ્ન ઉદ્યોગોમાંથી પણ આવશે.
-એવી અપેક્ષા છે કે આગામી વર્ષોમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટ્રાફિકને જેવર એરપોર્ટ તરફ વાળવામાં આવશે.
-નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કામાં દર વર્ષે 1.2 કરોડ મુસાફરોની અવરજવર અપેક્ષિત છે.
-પૂર્ણ થયા બાદ 2040-50 સુધીમાં, જેવર એરપોર્ટની ક્ષમતા દર વર્ષે 7 કરોડ મુસાફરોને હેન્ડલ કરવાની હશે.
-ઉત્તર પ્રદેશ સરકાર જમીન સંપાદન અને પુનર્વસન પર 4,326 કરોડ રૂપિયા ખર્ચી રહી છે.
-ડિફેન્સ કોરિડોરથી 50 કિલોમીટરના અંતરે આવેલ આ એરપોર્ટ યુવાનોને રોજગારી આપવા ઉપરાંત ઉદ્યોગને વેગ આપવામાં મદદ કરશે.
-નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની કલ્પના ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન સેન્ટર તરીકે કરવામાં આવી રહી છે જેમાં મલ્ટિમોડલ ટ્રાન્ઝિટ હબ હશે.
-આ હાલના યમુના એક્સપ્રેસવે અને ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેથી એરપોર્ટના નજીક હોવાને કારણે છે.
-જેવર એરપોર્ટને હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના બલ્લભગઢ ખાતે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે પણ જોડવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર