ટોકિયો: જાપાન સરકારનું એક હેલિકોપ્ટર ગુંમાના પહાડીઓ વચ્ચે ક્રેશ થઈ ગયું છે. પોલીસે જણાવ્યું કે હેલિકોપ્ટરમાં સવાર તમામ ક્રૂ મેમ્બરોના મોત થયા છે. સમાચાર એજન્સી અનુસાર, આ ઘટના શુક્રવારે બની હતી. જેમા સમયે ચાલક અને 2 સભ્યો મોતની પુષ્ટિ થઈ હતી, જ્યારે શનિવારે તેની તપાસ કરતા કુલ નવ લોકોના મોતની માહિતી મળી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર ક્ષેત્રીય રોકથામ ટીમનો ભાગ હતુ. જે હાઈકિંગ ટ્રેલની નજરથી બહાર હતુ. શુક્રવારે 10 વાગ્યે એર ટ્રાફિક કન્ટ્રોલ રૂમથી તેનો સંપર્ક તૂટી ગયો હતો. આ હેલિકોપ્ટર એક અનુભવી પાયલટ દ્વારા ઉડાવવામાં આવી રહ્યું હતુ.
પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે, બેલ 412 EP હેલિકોપ્ટરે 1997 માં ઓપરેશન શરૂ કર્યુ થયું હતું. માર્ચ 2017 માં પણ આ જ મોડેલનું એક હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયુ હતુ. જેમાં 9 લોકોના મોત થયા હતા, જયારે તે જ વર્ષે નવેમ્બરમાં બીજી વખત આ ઘટના બની, ત્યાંરે 4 લોકોના મોત થઇ ગયા હતા. આ બાબતમાં પરિવહન સુરક્ષા બોર્ડની તપાસ ચાલુ છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર