કેવી રીતે બન્યો હતો રામ સેતુ? તમામ રહસ્ય આવશે બહાર, પાણીની નીચે થશે રિસર્ચ

કેવી રીતે બન્યો હતો રામ સેતુ? તમામ રહસ્ય આવશે બહાર, પાણીની નીચે થશે રિસર્ચ
Ram Setu Research: રામ સેતુની ઉંમર અને રામાયણ કાળ વિશે માહિતી મેળવવામાં મદદ મળશે

Ram Setu Research: રામ સેતુની ઉંમર અને રામાયણ કાળ વિશે માહિતી મેળવવામાં મદદ મળશે

 • Share this:
  નવી દિલ્હીઃ ભારત (India) અને શ્રીલંકા (Sri Lanka)ની વચ્ચે આવેલા રામ સેતુ (Ram Setu)ને ક્યારે અને કેવી રીતે બનાવવામાં આવ્યો હતો, તે સવાલોના જવાબ જાણવા માટે હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ ખાસ રિસર્ચ શરૂ કર્યું છે. તે હેઠળ આ વર્ષે સમુદ્રના પાણીની નીચે એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રામાયણ કાળ વિશે જાણકારી મેળવવામાં આ રિસર્ચ મદદ કરી શકે છે. ASIના સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડે CSIR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી (NIO)એ એક પ્રસ્તાવને મંજૂરી આપી છે. એવામાં હવે આ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિક રામ સેતુને લઈને રિસર્ચ કરી શકશે.

  આ પ્રોજેક્ટથી જોડાયેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ રિસર્ચથી રામ સેતુની ઉંમર અને રામાયણ કાળ વિશે માહિતી મેળવવામાં મદદ મળશે. આ રિસર્ચ માટે NIO તરફથી સિંધુ સંકલ્પ કે સિંધુ સાધના નામના જહાજોનો ઉપયોગ કરવાનું પ્રસ્તાવિત છે. આ સમુદ્રી જહાજોની ખાસ વાત એ છે કે તે પાણીની સપાટીથી 35-40 મીટર નીચેથી સરળતાથી નમૂના એકત્ર કરી શકે છે. આ શોધમાં એવી પણ માહિતી મેળવવા પર ધ્યાન કેન્દ્રીત થશે કે શું રામ સેતુની આસપાસ કોઈ માનવ વસાહત હતી કે નહીં.  આ પણ વાંચો, મકર સંક્રાંતિ પર સસ્તા થયા સોના-ચાંદી, ફટાફટ ચેક કરો ભાવ, જાણો કેટલા ઘટ્યા Rates

  મળતી જાણકારી મુજબ, આ પ્રોજેક્ટમાં રિસર્ચ દરમિયાન રેડિયોમેટ્રિક અને થર્મોલ્યૂમિનેસેન્સ (TL) ડેન્ટિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. શેવાળોની પણ તપાસ કરવામાં આવશે. મૂળે શેવાળ અને કોરલમાં ઉપસ્થિત કેલ્શિયમ કાર્બોનેટ રામ સેતુની ઉંમર જાણવામાં મદદ કરી શકે છે.

  આ પણ વાંચો, અમિતાભ બચ્ચને શૅર કરી ભવિષ્યની મહિલા ક્રિકેટ ટીમ, શું જીવા બનશે કેપ્ટન?

  આ પ્રોજેક્ટ ધાર્મિક અને રાજકીય મહત્વ પણ ધરાવે છે. રામાયણમાં કહેવામાં આવ્યું છે કે વાનર સેનાએ ભગવાન શ્રી રામને દરિયો પાર કરવા અને માતા સીતાને બચાવવા માટે મદદ કરવામાં સમુદ્ર પર એક પુલ બનાવ્યો હતો. આ પુલ લગભગ 48 કિલોમીટર લાંબો છે. હવે સમુદ્રમાં રહેલા રામ સેતુને આ ધાર્મિક અને પૌરાણિક નજરથી જોવામાં આવે છે. 2007માં ASIનું કહેવું હતું કે તેનો કોઈ પુરાવા મળ્યા નથી. બાદમાં ASIએ સુપ્રીમ કોર્ટથી સોગંદનામું પરત લઈ લીધું હતું.
  Published by:Mrunal Bhojak
  First published:January 14, 2021, 13:07 pm

  ટૉપ ન્યૂઝ