ASI અધિકારીને આશિકી ભારે પડી, ઊંઘમાં મહિલાએ માંગમાં સિંદુર પુરી વીડિયો વાયરલ કર્યો
asi love affair
બેગૂસરાયમાં એક એએસઆઈ અધિકારી મહિલાની માંગમાં સિંદુર ભરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એએસઆઈ સુમંત શર્મા ગુસ્સામાં મહિલાની માંગમાં સિંદુર ભરી રહ્યા છે.
બેગૂસરાય: બેગૂસરાયમાં એક એએસઆઈ અધિકારી મહિલાની માંગમાં સિંદુર ભરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એએસઆઈ સુમંત શર્મા ગુસ્સામાં મહિલાની માંગમાં સિંદુર ભરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એએસઆઈ સુમંત શર્મા એક રુમમાં સુતેલા છે. તેમની બાજૂમાં બેઠેલી એક મહિલા પોતાના હાથમાં સિંદુર લઈને સુમંતને ઉઠાવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે એક શક્સનો અવાજ આવે છે, ઉઠો છો કે પોલીસને બોલાવું. ત્યાર બાદ સુમંત શર્મા પાંચ વાર મહિલાની માંગમાં સિંદુર ભરે છે. ગુસ્સામાં એએસઆઈ સુમંત સિંદુર ભરે છે, જેના પર એક મહિલા વાંધો ઉઠાવે છે. વીડિયોમાંથી જાણવા મળે છે કે, પ્રેશરમાં સમુંત મહિલાની માંગમાં સિંદુર ભરી રહી છે. હાલમાં આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એએસઆઈ સુમન કુમાર અને મહિલા કેટલાય વર્ષોથી લીવ ઈનમાં રહેતા હતા. બંનેના બાળકો પણ છે. પણ સુમંત હંમેશા લગ્ન કરવાની ના પાડતા રહે છે. અને મહિલા લગ્નનું પ્રેશર બનાવતી હતી. ત્યારે આવા સમયે આખરે મહિલાએ પોતાના પરિજનો સાથે મળીને બળજબરીપૂર્વક સુમંતને પોતાની માંગમાં સિંદુર ભરાવી લીધું. હાલમાં બંને પતિ-પત્ની તરીકે સુભાષ ચોકમાં રહે છે. એએસઆઈ સુમંત ઉત્પાદ પોલીસ ચોકીમાં તૈનાત છે.
આ અગાઉ સુમંતે મંદીરમાં મહિલા સાથે લગ્ન કર્યા હતા, પણ આ લગ્નમાં પરિજનોને બોલાવ્યા નહોતા. જેને લઈને લગ્નનું કોઈ પ્રમાણ નહોતું. પણ બંને પતિ-પત્ની માફક રહેતા હતા. મહિલાના જણાવ્યા અનુસાર, સુમંતે સામાજિક સ્તર પર મને પત્ની તરીકે સ્વિકાર કરી નથી. જેને લઈને તે સુમંત પર પ્રેશર બનાવતી હતી. પણ તે ના પાડતો રહ્યો. હાલમાં એએસઆઈ સુમંત મહિલાની માગમાં સિંદુર ભરતા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર