Home /News /national-international /Exclusive: કેપ્ટન અમરિંદર મોટા કદના નેતા, તેમની રાષ્ટ્રવાદી વિચારધારા હંમેશાથી પસંદ- પંજાબ બીજેપી અધ્યક્ષ

Exclusive: કેપ્ટન અમરિંદર મોટા કદના નેતા, તેમની રાષ્ટ્રવાદી વિચારધારા હંમેશાથી પસંદ- પંજાબ બીજેપી અધ્યક્ષ

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસ છોડીને બીજી કોઈ પાર્ટીમાં સામેલ થશે તે મામલે ચર્ચાઓએ વેગ પકડ્યું છે. (ફાઇલ તસવીર)

કોંગ્રેસ હજુ પણ સ્પષ્ટ રીતે નથી કહી રહી કે Charanjit Singh Channi 2022 માટે તેમના મુખ્યમંત્રી હશે, તેઓ તેમના માટે નાઇટ-વોચમેન છેઃ અશ્વિની શર્મા

(અમન શર્મા)

નવી દિલ્હી. પંજાબના (Punjab) પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે (Captain Amrinder Singh) જણાવ્યું કે અકાલી દળને (Akali Dal) બાદ કરતા તમામ રાજનૈતિક વિકલ્પ તેમના માટે ખુલ્લા છે. તો શું તેઓ બીજેપીમાં (BJP) જોડાઇ રહ્યા છે? ન્યૂઝ 18 સાથે એક્સક્લૂઝીવ વાતચીતમાં પંજાબના ભાજપા પ્રમુખ (Punjab BJP Chief) અશ્વિની શર્માએ (Ashwini Sharma) જણાવ્યું કે, તેઓ કોઇ અફવાઓ અંગે જવાબ નહીં આપે, પરંતુ તેમણે જણાવ્યું કે કેપ્ટન ઉચ્ચ દરજ્જાના નેતા છે. જેઓ એક લાંબા સમયથી રાજનૈતિક ક્ષેત્રમાં છે. ભાજપે હંમેશા તેમણે પંજાબના હિતમાં આપેલા નિવેદનોમાં તેમના રાષ્ટ્રવાદનું સ્વાગત કર્યુ છે.

અશ્વિની શર્માએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ હજુ પણ સ્પષ્ટતા નથી કરી રહી કે, ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) 2022 માટે તેમના સીએમ ફેસ હશે. વધુમાં તેઓ કહે છે કે, વ્યવસ્થા એક નાઇટ વોચમેનની (Night Watchman) છે અને પંજાબમાં એસસી સમુદાયને ભટકાવવા માટે છે. પંજાબ પણ આ બધુ જોઇ રહ્યું છે.

Ashwini Sharma Exclusive Interview

1. કોંગ્રેસ પંજાબના પહેલા દલિત સીએમ ચરણજીત સિંહ ચન્નીની નિયુક્તિને એક મોટું પગલુ કહી રહી છે.

શર્માઃ કોંગ્રેસ પોતાના આંતરિક કલેશને શાંત કરવાના પ્રયાસોમાં છે અને તેથી જ આ પગલું ભર્યુ છે. આમ કરીને કોંગ્રેસ દલિતો પ્રત્યે પ્રેમ જતાવી રહી છે તેવું નથી. હરીશ રાવતનું નિવેદન કે નવજાત સિંહ સિદ્ધુ જ ચુંટણીમાં તેમનો ચહેરો હશે, આ વાત કોંગ્રેસની માનસિકતાને ઉજાગર કરે છે. ચન્નીને 4 મહિના માટે રાત્રી ચોકીદાર બનાવ્યા છે અને તેમના વોટ માટે SC વર્ગમાં ખોટી માનસિકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ જ સાચો ઈરાદો છે. પરંતુ કોંગ્રેસ આગામી ચૂંટણી કઇ રીતે લડશે, તેના વિશે રાવતના નિવેદન બાદ પંજાબીઓને બધુ સમજાઇ ગયુ છે.

2. પરંતુ દિલ્હીમાં કોંગ્રેસે કહ્યું કે ચુંટણી ચન્ની અને સિદ્ધુના નેતૃત્વમાં લડવામાં આવશે
શર્માઃ હાલ આ બધો ડેમેજ કંટ્રોલ છે. પરંતુ હજુ પણ તેઓ સ્પષ્ટતા નથી કરી રહ્યા કે ચન્ની તેમના સીએમ ફેસ હશે. અને તેઓ કરશે પણ નહીં. કોંગ્રેસનો શું મતલબ છે કે બંને ચહેરા હશે? ગત ચૂંટણીમાં કોંગ્રેસે કેપ્ટન અમરિંદર સિંહનું નામ આગળ રાખીને ચુંટણી લડી. તે સમયે પણ સુનિલ જાખડમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ હતા, પરંતુ ચુંટણી અભિયાનનું કેન્દ્ર બિંદુ કેપ્ટન હતા. તો આ ચુંટણીમાં કોંગ્રેસમાં સૌથી આગળ કોણ હશે? આ હજુ પણ સ્પષ્ટ નથી. અમે ચન્નીને સીએમ બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. તેમની સાથે પણ અમુક વિવાદો જોડાયેલા છે પરંતુ તેના વિશે ચર્ચા કરવાનો આ યોગ્ય સમય નથી, ધીમે-ધીમે બધુ જ સામે આવશે.

આ પણ વાંચો, ચરણજીત સિંહ ચન્નીના નામની બિલકુલ ચર્ચા ન હતી, તો કઈ રીતે તેઓ પંજાબના સીએમ તરીકે પસંદગી પામ્યા? INSIDE STORY

3. તમે કેપ્ટન અમરિંદર સિંહના આ નિવેદન વિશે શું કહેશો કે, અકાલી દળને છોડીને તમામ રાજનૈતિક વિકલ્પ ખુલ્લા છે? શું બીજેપીને કેપ્ટનમાં રસ છે?
શર્માઃ હું કોઇ પણ અફવાઓ પર નિવેદન આપવા માંગતો નથી. કેપ્ટને એક લાંબો સમય રાજનિતી ક્ષેત્રે પસાર કર્યો છે અને તેઓ ઉચ્ચ દરજ્જાના નેતા છે. તેમણે કહ્યું કે, તેમને કોંગ્રેસ દ્વારા અપમાનિત કરાયા હતા, તો દરેક વ્યક્તિને પોતાનો રસ્તો પસંદ કરવાની છૂટ છે. હું વધુ ટિપ્પણી કરવા નહીં માંગું. પરંતુ કેપ્ટેને સિદ્ધુ અને રાષ્ટ્રીય સુરક્ષા વિશે જે કહ્યું છે તે મહત્વનું છે. કોઇ પણ વ્યક્તિ રાષ્ટ્રિય સુરક્ષાથી ઉપર નથી. અને કોઇ પણ વ્યક્તિગત મિત્રતા દેશની અખંડિતતા અને સંપ્રભુતાથી ઉપર ન હોઇ શકે. કેપ્ટેને પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના શપથ સમારોહમાં જવાની કે પાકિસ્તાન સેના પ્રમુખને ભેટવા વિશે જે કહ્યું – ભાજપે તે મુદ્દો ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો, અમરિંદર સિંહનો સિદ્ધુ પર પ્રહાર, કહ્યું- ઇમરાન ખાન સાથે છે દોસ્તી, CM બનશે તો બધું બરબાદ કરી નાખશે

4. રાષ્ટ્રવાદ પર બીજેપી અને કેપ્ટનના વિચારો હંમેશા મળતા આવે છે...
શર્માઃ જ્યારે પણ કેપ્ટને પંજાબના હિતો અને રાષ્ટ્રવાદ વિશે વાત કરી છે અને ત્યાં સુધી કે આમ કરવાથી પોતાની પાર્ટી લાઇનથી દૂર રહીને અમે ભાજપામાં હંમેશા તેમના નિવેદનોનું સ્વાગત કર્યુ છે. રાષ્ટ્રને સૌથી આગળ રાખવાના તેમના વિચારોમાં તેમના સૈનિકનો વિચારો હંમેશા દેખાય છે.
Published by:Mrunal Bhojak
First published:

Tags: Captain Amrindar sinh, Punjab Election 2022, કોંગ્રેસ, ભાજપ, રાજકારણ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन