પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી (Assembly Elections)માં કોંગ્રેસ (Congress)ને મોટો ઝટકો મળ્યો છે. પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી અશ્વની કુમારે (Ashwani Kumar) મંગળવારે પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. અશ્વિની કુમારે આજે સવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું અને કહ્યું કે તેઓ પાર્ટીથી દૂર રહીને દેશ માટે વધુ સારી રીતે કામ કરી શકે છે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી (Assembly Elections)માં કોંગ્રેસ (Congress)ને મોટો ઝટકો મળ્યો છે. પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી અશ્વની કુમારે (Ashwani Kumar) મંગળવારે પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. અશ્વિની કુમારે આજે સવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું અને કહ્યું કે તેઓ પાર્ટીથી દૂર રહીને દેશ માટે વધુ સારી રીતે કામ કરી શકે છે. મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ સરકારમાં તેઓ કાયદા મંત્રી હતા.
કુમારે સોનિયા ગાંધીને લખ્યું, "આ બાબત પર વિચાર કર્યા પછી, હું આ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે વર્તમાન સંજોગોમાં અને મારી ગરિમા પ્રમાણે હું પાર્ટીની બહાર રાષ્ટ્રીય ઉદ્દેશ્યને વધુ સારી રીતે આગળ ધપાવી શકું છું." તેમણે લખ્યું,"46 વર્ષના લાંબા સાથ બાદ હું પાર્ટી છોડી રહ્યો છું અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા કલ્પના કરાયેલ ઉદાર લોકશાહીના વચન પર આધારિત પરિવર્તનશીલ નેતૃત્વના વિચારથી પ્રેરિત જાહેર ઉદ્દેશ્યને સક્રિયપણે અનુસરવાની રાહ જોઈ રહ્યો છું."
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા તેમણે કહ્યું, "કોંગ્રેસ એ પાર્ટી નથી જે હતી... અમારી પાસે પાર્ટીનું નેતૃત્વ કરવા માટે ગતિશીલ અને પ્રેરણાદાયક નેતૃત્વ નથી... મેં ન તો રાજનીતિ છોડી છે કે ન તો જાહેર સેવા. હું રાષ્ટ્ર પ્રત્યેની મારી ફરજો નિભાવતો રહીશ.
ધ ટ્રિબ્યુન અનુસાર કુમારે આ નિર્ણય માટે પાર્ટીમાં "નેતૃત્વનો અભાવ" ગણાવ્યો હતો. તેમની બે પેઢીઓ કોંગ્રેસ સાથે સંકળાયેલી હતી. કુમાર કહે છે કે કોંગ્રેસ ફરીથી પોતાને શોધી શકી નહીં અને પતન ચાલુ રહ્યું. આ સિવાય નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા અને પદ્મ ભૂષણથી લઈને ગુલામ નબી આઝાદ સુધીના વિવાદે પણ તેમના નિર્ણયમાં મોટી ભૂમિકા ભજવી છે.
અહેવાલ મુજબ કુમારે 'પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ' સાથેના વર્તન માટે કોંગ્રેસની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું,'પૂર્વ મુખ્યમંત્રીનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું અને તે કોંગ્રેસના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.' પાર્ટીમાંથી રાજીનામું આપતાં તેમણે કહ્યું,'મને નથી લાગતું કે હું હવે કોંગ્રેસનો છું.'
તેમણે કોંગ્રેસ અધ્યક્ષનો તેમની ભૂતકાળની જવાબદારીઓ માટે આભાર માન્યો અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી. વરિષ્ઠ વકીલ કુમાર 2002 થી 2016 સુધી ત્રણ વખત રાજ્યસભાના સભ્ય હતા. તેઓ એડિશનલ સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે.
આ પહેલા 25 જાન્યુઆરીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. અશ્વિની કુમાર હવે કોંગ્રેસ છોડનારા અગ્રણી નેતાઓની યાદીમાં સામેલ થઈ ગયા છે, જેમને એક સમયે કોંગ્રેસમાં મહત્વની ભૂમિકામાં માનવામાં આવતા હતા. અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયા અને જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા હતા, જ્યારે લુઈઝિન્હો ફાલેરો, સુષ્મિતા દેવ અને અશોક તંવર જેવા કેટલાક નેતાઓ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર