Home /News /national-international /GehlotvsPilot : વસુંધરાએ મૌન તોડ્યું કહ્યું અહીં લોકો કોરોનાથી મરી રહ્યા છે અને બીજી તરફ કોંગ્રેસનો વિવાદ પૂરો નથી થઇ રહ્યો

GehlotvsPilot : વસુંધરાએ મૌન તોડ્યું કહ્યું અહીં લોકો કોરોનાથી મરી રહ્યા છે અને બીજી તરફ કોંગ્રેસનો વિવાદ પૂરો નથી થઇ રહ્યો

વસુંધરા રાજે

રાજસ્થાનમાં ચાલી રહેલા અશોક ગહલોત (Ashok Gehlot) વર્સિસ સચિન પાયલટ (Sachin Pilot) ની લડાઇમાં આરોપ પ્રત્યારોપનો સિલસિલો ચાલી રહ્યો છે. ત્યારે આ હાઇ લેવલના પોલિટિકલ ડ્રામા પછી હવે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે (Vasundhara Raje) આટલા વખત રાખેલા મૌનને તોડ્યું છે. તેમણે સીધી રીતે આની પર કંઇ પણ કહેવાના બદલે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ફોટો સાથે પોસ્ટ શેર કરી છે.

જેમાં તેમણે કોંગ્રેસને પણ મોટી સલાહ આપી છે. ટ્વિટમાં વસુંધરા રાજે તરફથી લખવામાં આવ્યું છે કે દુખની વાત છે કે કોંગ્રેસની અંદર ચાલી રહેલા રાજકારણની કિંમત રાજસ્થાન જનતાને ચૂકવવી પડી રહી છે. તે પણ ત્યારે જ્યારે કોરોના સંક્રમણમાં 500થી વધુ લોકોના જીવ ગયા છે. પોઝિટિવ કેસ 28,000થી પાસે છે. તીડનું ઝૂંડ ખેડૂતોના પાકને નુક્શાન પહોંચાડી રહ્યું છે. રાજ્યમાં વિજળીને લઇને પણ સમસ્યા છે. જો કે પછી સોશિયલ મીડિયામાં વસુંધરાનું આ ટ્વિટ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે અને ટ્વિટર પર તેમણે #RajasthanFirst ટ્રેન્ડ પણ ચાલ્યો હતો.



ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે ટ્વિટ કરીને લખ્યું કે રાજસ્થાનની જનતા અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તેવા સમયે ભાજપ કે ભાજપના નેતાઓનું નામ આ કિચડમાં આવવું બિલકુલ ઠીક નથી. સરકારે જનતા પર ફોકસ કરવું જોઇએ. સૌથી પહેલા રાજસ્થાનના લોકો વિષે વિચારવું જોઇએ. ઉલ્લેખનીય છે કે જ્યારે કોંગ્રેસ વચ્ચે આ આંતરયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે વસુંધરા રાજે ચુપ રહી હતી. અને તે ધોલપુર મહેલમાં હતી. ના તો તે જયપુર આવી ના જ દિલ્હી ગઇ. વળી વસુંધરા રાજે આ સમગ્ર મામલે કોઇ નિવેદન નથી આપ્યું. કહેવાય છે કે આ માટે વસુંધરા રાજે અને ગહલોતના નજીકના સંબંધો જવાબદાર રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વસુંધરા રાજેથી સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ હાઇકોર્ટથી આવી ચૂક્યો ચે. તે પછી પણ ગહલોતે રાજેથી બંગલો ખાલી નથી કરાવ્યો ના જ તેને નોટિસ આપી છે. જ્યારે કિરોડીલાલ મીણા અને કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ પહાડિયાથી કોર્ટના આદેશ પર બંગલા ખાલી કરાવવામાં આવ્યો છે.


" isDesktop="true" id="1000619" >

નાગૌરના સાંસદ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક હનુમાન બેનીવાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ગહલોત_વસુંધરા_ગઠજોડ હેશટેગ ચલાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાજસ્થાનના સીએમ અશોક ગહલોત અને પૂર્વ સીએમ વસુંધરા રાજે ગઠબંધન જનતા સામે ખુલીને આવ્યું છે. અને બંને મળીને એકબીજાના ભષ્ટ્રાચાર પર પડદો નાંખી રહ્યા છે તેવો આરોપ લગાવ્યો છે.
First published:

Tags: Sachin pilot, Tweet, Vasundhara raje, રાજસ્થાન