હાર બાદ કોંગ્રેસમાં ઘમાસાણ, ગેહલોત Vs પાયલટ યુદ્ધ ફરી શરૂ?

News18 Gujarati
Updated: May 27, 2019, 3:29 PM IST
હાર બાદ કોંગ્રેસમાં ઘમાસાણ, ગેહલોત Vs પાયલટ યુદ્ધ ફરી શરૂ?
સચિન પાયલટ, રાહુલ ગાંધી અને અશોક ગેહલોત

લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસના સૂપડા સાફ થતાં બે જૂથો વચ્ચે દોષારોપણનો ખેલ શરૂ

  • Share this:
(સમ્બ્રત ચર્તુવેદી)

લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસના રાજસ્થાનમાં સૂપડા સાફ થયા બાદ રાજ્યમાં ફરી રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. સરકારના મંત્રીઓની ચૂંટણીમાં હાર પર રાજકારણની સાથે જ ફરી એકવાર પ્રદેશ કોંગ્રેસનો આંતરિક કલહ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટની વચ્ચે જૂથવાદ ખુલીને સામે આવ્યો છે. પાર્ટીનું એક જૂથ પ્રદેશ નેતૃત્વની વિરુદ્ધ રાજકીય માહોલ બનાવવામાં લાગ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જૂથ રાહુલ ગાંધી પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

એક દિવસ પહેલા ચર્ચામાં આવેલું કૃષ‍િ મંત્રી લાલચંદ કટારિયાનું રાજીનામું તેની તરફ ઈશારો કરે છે. સોશિયલ મીડિયામાં વાયરલ આ રાજીનામાની સાથે દાવો કરવામાં આવી રહ્યો હતો કે મુખ્યમંત્રી ગેહલોત દ્વારા રાજીનામું રાજ્યપાલને મોકલી દેવામાં આવ્યું છે. પરંતુ કટારિયાના રાજીનામાની પાછળ રાજકીય અર્થ કંઈક બીજો જ કરવામાં આવી રહ્યો છે. તેના દ્વારા કટારિયા પર પ્રદેશ નેતૃત્વની વિરુદ્ધ દબાણ લાવવાની વાત કહેવામાં આવી રહી છે.

મૂળે, રાજીનામા આપનારા કૃષિ મંત્રી લાલચંદ કટારિયાના રાજીનામાની પાછળ રાજકારણ એટલા માટે હોવાનું કહેવામાં આવી રહ્યું છે કે તેમની પાસે કોંગ્રેસ સંગઠનમાં ને એવું કોઈ પદ હતું ન જવાબદારી, જેના કારણે ચૂંટણી હાર પર રાજીનામું આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સીએમ, પ્રદેશઅધ્યક્ષ અને 22 મંત્રી પણ પોતપોતાના ક્ષેત્રોમાં ચૂંટણી હાર્યા છે, પછી એકલા કટારિયા જ નૈતિક જવાબદારી કેમ લઈ રહ્યા છે?

આ પણ વાંચો, રાયબરેલીના નામે સોનિયોનો પત્ર : 'કુરબાની આપવી પડશે તો પાછળ નહીં હટું'

વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ સત્તામાં આવેલી કોંગ્રેસ પાર્ટીએ અશોક ગેહલોત અને સચિન પાયલટના રૂપમાં કોંગ્રેસમાં એકજૂથતાનો સંદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી પદ માટે બંનેની વચ્ચે લાંબી રાજકારણ રમાયા બાદ છેવટે ગેહલોતને સીએમ બનાવવામાં આવ્યા અને પાયલટને ઉપમુખ્યમંત્રીની ખુરશી પર બેસાડીને મામલો શાંત થયો. પરંતુ લોકસભા ચૂંટણીમાં હાર બાદ ફરી એકવાર સત્તા અને સંગઠનના નેતૃત્વને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણી 2018માં જનમત મળ્યા બાદ મંત્રી લાલચંદ કટારિયાએ જ સૌથી પહેલા સીએમ પદ માટે ગેહલોતની વકાલત કરી હતી.કટારિયાની જ ભાષામાં પ્રદેશ નેતૃત્વને લઈને રાહુલ ગાંધી પર દબાણ લાવવાનો પ્રયાસ બીજા એનક કોંગ્રેસી નેતા કરી રહ્યા છે. તેમાં ગેહલોતના સમર્થક કહેવાતા મંત્રી ઉદયલાલ આંજનાએ પણ નિવેદન આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ પણ હાઇકમાન્ડને રાજ્યમાં ગેહલોતને વધુ ફ્રી હેન્ડ આપવાની માંગ કરી છે. એવામાં રાજસ્થાનના રાજકારણમાં ચર્ચા છે કે શું ગેહલોત જૂથના નેતા કે મંત્રી ચૂંટણી હારની આડમાં પાયલટ પર નિશાન તો નથી સાધી રહ્યા. જોકે, રાજકારણ ગરમાયા બાદ આંજનાએ નિવેદન આપ્યું છે કે, મેં કોઈ નેતાના રાજીનામાની માંગ નથી કરી. હા, કોંગ્રેસને આત્મચિંતનની જરૂર છે.

ટિકિટ વિતરણ વગેરે પર આત્મચિંતન થવું જોઈએ. હાર સૌની સામૂહિક જવાબદારી છે. મંત્રી લાલચંદ કટારિયાનું રાજીનામું આપવું યોગ્ય નથી.- ઉદયલાલ આંજના, સહકારી મંત્રી, રાજસ્થાન


બીજી તરફ, ખાદ્ય મંત્રી રમેશ મીણાએ પણ આવું જ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે, આપણે જે રીતે સવાલ કરી રહ્યા છીએ, તે સંપૂર્ણ સંગઠનની જવાબદારી છે, માત્ર અશોક ગેહલોતની નહીં. તેમાં આત્મચિંતન થવું જોઈએ અને હારનું વિશ્લેષણ થવું જોઈએ કે કયા કારણે હાર થઈ.

આ પણ વાંચો, આવી હોઈ શકે છે મોદીની કેબિનેટ, આ નવી પાર્ટીઓને મળી શકે છે સ્થાન
Published by: Mrunal Bhojak
First published: May 27, 2019, 3:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading