જયપુરઃ રાજસ્થાનમાં ગેહલોત મંત્રિમંડળના (Rajasthan Cabinet Reshuffle) પુનર્ગઠન પહેલા તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. મંત્રિપરિષદની બેઠકમાં દરેક મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM Ashok Gehlot) રવિવારે બે વાગ્યે બધા ધારાસભ્યોને (MLAs) પાર્ટી પ્રદેશના કાર્યાલયે બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે શપથ ગ્રહણ સમારોહ થશે.
ગેહલોત મંત્રીમંડળમાં વર્તમાનમાં 12 સીટો ખાલી છે. સૂત્રો પ્રમાણે ગેહલોત પાયલટ વચ્ચે મંત્રીપદની વહેચણીની ફોર્મૂલા નક્કી થઈ ચૂકી છે. છ ગેહલોત કોટાથી અને ચાર પાયલટ કોટામાંથી મંત્રી બની શકે છે. મંત્રીમંડળમાં બે સીટ ખાલી રહેશે. આશરે 15 સંસદીય સચિવ બનાવવામાં આવશે. ગેહલોત મંત્રીમંડળમાં અધિકતમ 30 મંત્રી થશે.
સીએમ અશોક ગેહલોતે કહ્યું હાઈકમાન નક્કી કરશે દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે કોની લોટરી ખુલશે અને શું થશે, આ બધું હાઈકમાન્ડ નક્કી કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી અશોક ગેહલોતને એવો પણ ઝટકો લાગી શકે છે કે બસપામાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા ધારાસભ્યોને કેબિનેટમાં તક નહીં મળે. એ જ રીતે સરકારને ટેકો આપતા અપક્ષ ધારાસભ્યોને પણ મંત્રી બનાવવામાં આવશે નહીં.
સચિન પાયલોટની માંગ બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે નિર્ણય લીધો છે કે હાલમાં અપક્ષ અને બીએપીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા 6 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં નહી આવે. જો કે ગેહલોતને મંત્રી બનાવવા માંગે છે. એવું માનવામાં આવે છે કે બાકીના નારાજ ધારાસભ્યોને મનાવવા માટે તેમને સંસદીય સચિવ બનાવવામાં આવી શકે છે.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ફેરબદલનો નિર્ણય અજય માકન અને પાર્ટી હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવી રહ્યો છે. એવું પણ માનવામાં આવે છે કે સીએમ ગેહલોત એવા મંત્રીઓની નારાજગીથી બચવા માંગે છે જેમને હટાવવામાં આવી રહ્યા છે અથવા જેમને તક નથી મળતી, તેથી જ તેઓ આવું કહી રહ્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર