Home /News /national-international /રાજસ્થાન સંકટ: અશોક ગેહલોતથી હાઈકમાન નારાજ, કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી આઉટ

રાજસ્થાન સંકટ: અશોક ગેહલોતથી હાઈકમાન નારાજ, કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી આઉટ

અશોક ગેહલોત (ફાઈલ ફોટો)

Rajasthan political crisis: રાજસ્થાનના રાજકારણમાં જે રીતે ઉથલપાથલ ચાલી રહી છે, તેને લઈને છેક દિલ્હી સુધી માહોલ ગરમાયેલો છે. જો કે હવે અશોક ગેહલોતને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે.

  નવી દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમાં રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને મોટો ઝટકો લાગ્યો છે. તેઓ આ પદની રેસમાંથી બહાર થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા હવે તેમને પાર્ટી અધ્યક્ષ તરીકે જોવા નથી માગતા. કોંગ્રેસના પર્યવેક્ષક મલ્લિકાર્જૂન ખડગે અને રાજસ્થાનના પ્રભારી અજય માકને ભલામણ કરી છે કે, અશોક ગેહલોત પાર્ટી અધ્યક્ષ ન બને.

  આ પણ વાંચો: કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીઃ થરુરનો આત્મવિશ્વાસ વધ્યો, કહ્યું- કોઈ નથી ટક્કરમાં, ગાંધી પરિવારનો સપોર્ટ મારી સાથે

  પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, બંને ઓબ્ઝર્વર મલ્લિકાર્જૂન ખડગે અને અજય માકને અમુક ધારાસભ્યો વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવાની વાત કહી છે. બંને નેતા રવિવારે જયપુરમાં થયેલા ઘટનાક્રમની દરેકે ક્ષણ પોતાના રિપોર્ટમાં સામેલ કરશે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અજય માકને કહ્યું કે, તે ધારાસભ્ય દળની બેઠકમાં કોંગ્રેસ ધારાસભ્યોનું ન આવવું અનુશાસનહીનતા છે. આ બેઠક દરમિયાન તેમણે ખુદ બોલાવી હતી. એ પણ અનુશાસનહીનતા છે અને અમે જોઈએ છીએ કે, શું એક્શન લઈ શકાય છે. અમે એક એક ધારાસભ્ય સાથે મળીને મત જાણવા માગતા હતા, પણ તેઓ સામૂહિક રીતે મળવાની વાત પર અડગ રહ્યા. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષથી સીએલપીની બેઠક બોલાવાનો નિર્દેશ મળ્યો અને સીએમ અશોક ગેહલોત સાથે સંપર્ક સાધીને બેઠક માટે સમય અને જગ્યા નિર્ધારિત કરવામાં આવી હતી.

  ધારાસભ્યોની આવી છે શરતો


  કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગહેલોત સાથે સમય અને જગ્યા નક્કી કર્યા બાદ દિલ્હીથી પ્રદેશ પ્રભારી અજય માકન અને ઓબ્ઝર્વર મલ્લિકાર્જૂન ખડગે જયપુર માટે રવાના થયા. બાદમાં બેઠકમાં આવવા માટે ગહેલોત જૂથના ધારાસભ્યો પલ્ટી મારી ગયા. આ ધારાસભ્યોએ ત્રણ શરતો રાખી હતી. પહેલી શરત એવી હતી કે, સરકાર બચાવનારા 102 ધારાસભ્યો એટલે કે ગહેલોત જૂથમાંથી જ સીએમ બને. બીજી સીએમ ત્યારે ઘોષિત થાય જ્યારે અધ્યક્ષની ચૂંટણી થઈ જાય. ત્રીજી. જે પણ નવો મુખ્યમંત્રી હોય તે ગેહલોતની પસંદનો હોવો જોઈએ.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Ashok Gehlot, Rajsthan, કોંગ્રેસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन