Home /News /national-international /

અશોક ગેહલોત બની શકે છે કોંગ્રેસના નવા અધ્યક્ષ, ટૂંક સમયમાં થશે એલાન!

અશોક ગેહલોત બની શકે છે કોંગ્રેસના નવા અધ્યક્ષ, ટૂંક સમયમાં થશે એલાન!

રાહુલ ગાંધી, સચિન પાયલટ અને અશોક ગેહલોત (ફાઇલ ફોટો)

રાહુલની જીદની આગળ ઝૂકેલા કોંગ્રેસ નેતાઓએ વચગાળાનો આ રસ્તો કાઢ્યો છે

    ન્યૂઝ18 ગુજરાતી : છેલ્લા લાંબા સમયથી કોંગ્રેસના અધ્યક્ષ પદને લઈ ચાલી રહેલી ચર્ચાઓ પર હવે વિરામ લાગવાના સંકેત મળી રહ્યા છે. અહેવાલ મળી રહ્યા છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા અશોક ગેહલોતને રાહુલ ગાંધીના સ્થાને પાર્ટીના નવા અધ્યક્ષનું સુકાન સોંપાઈ શકે છે. કોંગ્રેસના સૂત્રો મુજબ, પાર્ટીએ અશોક ગેહલોતના નામ પર મોહર મારી દીધી છે અને હવે માત્ર ઔપચારિક એલાન કરવાનું બાકી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે અશોક ગેહલોત એકલા કોંગ્રેસ અધ્યક્ષ બનશે કે તેમની મદદ માટે અન્ય કાર્યકારી અધ્યક્ષ પણ નિમવામાં આવશે. કોંગ્રેસ તરફથી અશોક ગેહલોતના નામની ચર્ચા બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસના નવા અધ્યક્ષ ગાંધી પરિવારના નહીં હોય.

    ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, કોંગ્રેસ ટૂંક સમયમાં અધ્યક્ષ પદના નામની જાહેરાત કરી શકે છે. કોંગ્રેસે અધ્યક્ષ પદ માટે કોંગ્રેસના સિનિયર નેતા અશોક ગેહલોતના નામ પર હામી ભરી દીધી છે. ગેહલોતે બુધવારે રાહુલ ગાંધીના જન્મદિવસની શુભેચ્છા આપતા તેમને પાર્ટી પ્રમુખ બન્યા રહેવાનો આગ્રહ પણ કર્યો હતો પરંતુ રાહુલ ગાંધી હવે પાર્ટીના અધ્યક્ષ પદ પર ચાલુ રહેવા નથી માંગતા. રાહુલ ગાંધીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેમના સ્થાને પ્રિયંકા ગાંધીના નામ પર વિચાર ન કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર હંમેશાથી કોંગ્રેસને વંશવાદના મુદ્દે ઘેરતું રહ્યું છે અને ચૂંટણીમાં તેનો ફાયદો પણ તેને મળી રહ્યો છે. એવામાં રાહુલ ગાંધી ઈચ્છે છે કે આ વખતે પાર્ટીના અધ્યક્ષ બિન ગાંધી પરિવારના નેતા હોય, જેનાથી આ મુદ્દો હંમેશા માટે ખતમ થઈ જાય.

    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (ફાઇલ ફોટો)


    આગામી એક વર્ષ સુધી શું કરશે રાહુલ ગાંધી?

    રાહુલની જીદની આગળ ઝૂકેલા કોંગ્રેસ નેતાઓએ વચગાળાનો આ રસ્તો કાઢ્યો છે, જેમાં રાહુલ ગાંધીની વાત પણ માનવામાં આવે અને કોંગ્રેસનું અધ્યક્ષ પદ પણ ખાલી ન રહે. રાહુલ કોઈ જવાબદારી વગર સમગ્ર દેશમાં ફરીને કોંગ્રેસ કાર્યકર્તાઓને મળી સંવાદ કરી શકે છે. તેઓ કોઈ પદ વગર મોદી સરકારની ખોટી નીતિઓ વિરુદ્ધ ખુલીને ટીકા કરી શકશે. પદ નહીં રહેતાં સત્તા પક્ષના નિશાને કોંગ્રેસ અધ્યક્ષ હશે ન કે રાહુલ ગાંધી. આ પ્રયોગની સાથે રાહુલ ગાંધી એ રાજ્યોમાં વધુ સમય આપી શકશે જ્યાં કોંગ્રેસ જમીન પર ખતમ થઈ ચૂકી છે.

    આ પણ વાંચો, સુષમા સ્વરાજ અને સુમિત્રા મહાજનને રાજ્યસભામાં પણ નહીં મોકલાય, આ પગલાથી થયું સ્પષ્ટ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Ashok Gehlot, CWC, Priyanka gandhi, Sonia Gandhi, કોંગ્રેસ, રાહુલ ગાંધી

    આગામી સમાચાર