Home /News /national-international /Rajasthan Crisis: વિધાનસભામાં બહુમત સાબિત કરે ગેહલોત, સચિન પાયલોટે આપ્યો પડકાર- સૂત્ર

Rajasthan Crisis: વિધાનસભામાં બહુમત સાબિત કરે ગેહલોત, સચિન પાયલોટે આપ્યો પડકાર- સૂત્ર

વિધાનસભામાં બહુમત સાબિત કરે ગેહલોત, સચિન પાયલોટે આપ્યો પડકાર- સૂત્ર

પાયલોટે રાજ્યપાલની સામે પણ ધારાસભ્યોની પરેડ કરવાની ચેલેન્જ આપી - સૂત્ર

  જયપુર : રાજસ્થાનની રાજનીતિક સંગ્રામ હજુ પુરો થયો નથી. અશોક ગેહલોતના (Ashok Gehlot) જરુરી ધારાસભ્યોને ભેગા કરી લેવાના દાવા પછી હવે સચિન પાયલોટે (Sachin Pilot) બહુમતીને લઈને સવાલ ઉઠાવ્યો છે. પાયલોટના સૂત્રોના હવાલાથી કરેલા એક દાવામાં કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનના ડેપ્યુટી સીએમના મતે, ગેહલોત સરકારની પાસે વિધાનસભામાં જરુરી બહુમત નથી. પાયલોટે ગેહલોતને ચેલેન્જ આપતા કહ્યું કે જો તેમની પાસે જરુરી ધારાસભ્યોની સંખ્યા હોય, તો વિધાનસભામાં બહુમત સાબિત કરીને બતાવે. એટલુ જ નહી, પાયલોટે રાજ્યપાલની સામે પણ ધારાસભ્યોની પરેડ કરવાની ચેલેન્જ આપી છે.

  બીજી તરફ મુખ્યમંત્રી અશોક ગેહલોતની બહુમતિ હોવાના દાવા પર ભાજપે સવાલ ઉઠાવીને તેમણે ફ્લોર ટેસ્ટ કરાવાની ચેલેન્જ આપી છે.

  આ પણ વાંચો - કોંગ્રેસના જે MLA પર હતો ગરીબોનું રાશન ખાવાનો આરોપ, શિવરાજ સરકારમાં તે જ ખાદ્ય મંત્રી બન્યા

  107 ધારાસભ્યોના સમર્થનનો દાવો

  મુખ્યમંત્રી આવાસ પર થયેલી કોગ્રેસ ધારાસભ્યો દળની બેઠકમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના નેતૃત્વવાળી સરકારના 107 ધારાસભ્યોએ સમર્થન આપ્યુ છે. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક પછી બધા એકબીજાની સહમતિ સાથે પ્રસ્તાવ પસાર કર્યો છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી પર વિશ્વાસ વ્યક્ત કરીને સીએમ ગેહલોતની સરકારને સમર્થન આપ્યુ છે. ધારાસભ્ય દળની બેઠકમાં પસાર કરેલા પ્રસ્તાવમાં પ્રમુખ વિપક્ષી દળ ભારતીય જનતા પાર્ટી ઉપર બનાવેલી સરકારને પાડવાનો આરોપ લગાવી તેની ટિકા કરી છે.
  " isDesktop="true" id="998945" >

  ધારાસભ્યોની એક હોટલમાં કિલ્લેબંધી

  હાલમાં કોંગ્રેસના બધા ધારાસભ્યો ચાર બસોમાં બેસીને હોટલ ફેરમાઉન્ટ પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ ધારાસભ્યોની હોટલ ફેયરમાઉન્ટમાં કિલ્લેબંધી કરવામાં આવી છે. જોકે કેટલાક ધારાસભ્યો પોતાના પ્રાઈવેટ વાહનમાં હોટલ પહોંચ્યા છે. સૌથી મોટી વાત તો એ છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોત બસમાં બેસીને હોટલ પહોંચ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Ashok Gehlot, Rajasthan Crisis, Sachin pilot

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन