પ્રથમ કાશ્મીરીઃ આતંકવાદીમાંથી સૈનિક બની 'શહીદ' થનારા વાણીને 'અશોક ચક્ર'

News18 Gujarati
Updated: January 25, 2019, 7:32 AM IST
પ્રથમ કાશ્મીરીઃ આતંકવાદીમાંથી સૈનિક બની 'શહીદ' થનારા વાણીને 'અશોક ચક્ર'

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : દેશના 70-માં ગણતંત્ર દિવસની ઉજવણીને આડે હવે 48 કલાકથી ઓછો સમય બચ્યો છે. આ દિવસે લાન્સ નાયક નજીર વાણીને દેશના સૌથી મોટા વીરતા પુરસ્કાર 'અશોક ચક્ર' થી નવાજવામાં આવશે. યાદ રહે, આ સન્માન પ્રાપ્ત કરનારા તેઓ પ્રથમ કાશ્મીરી બનશે

વીર શહીદ લાન્સ નાયક નજીર વાણીએ ગત વર્ષે છ આતંકવાદીને ઠાર માર્યા હતા. નજીર વાણી ભારતીય સેનામાં 34 રાષ્ટ્રીય રાઇફલ્સમાં તૈનાત હતા. ગત વર્ષે શોપિયાંમાં સેનાએ સાથે થયેલા ઑપરૅશનમાં તેણે છ આતંકીઓને પાડી દીધા હતા. આ ઓપેરેશનમાં તેઓ પણ શહીદ થયા હતા. આતંકવાદીઓ વિરુદ્ધ તેમની બહાદુરી બદલ તેમને આ અગાઉ બે વખત 'સેના મેડલ' થી પણ નવાજવામાં આવ્યા હતા.38 વર્ષીય વાણી કુલગામના અશમૂજીના રહેવાસી હતા. તેઓ 25 નવેમ્બરના રોજ થયેલી અથડામણમાં શહીદ થયા હતા. 'અશોક ચક્ર' દેશમાં શાંતિના સમયે અપાતો વીરતાનો સર્વોચ્ચ પુરસ્કાર છે. નજીર વાણીએ આતંકવાદીઓ વિરુદ્ધ લડતા જે અદમ્ય સાહસ બતાવ્યું તેના ભાગરૂપે તેમને આ પુરસ્કાર મરણોપરાંત આપવામાં આવી રહ્યો છે.

અહીં ક્લિક કરી વાંચો WhatsApp પર જ જોઇ શકશો વીજળી બિલ, આ રીતે કરો એપ્લાઇ

ભારતીય સેનામાં રહેતા લાન્સ નાયક નજીર વાણી 17 મોટી અથડામણોમાં શામેલ થયા હતા અને તેમની અતૂટ પ્રતિબધ્ધતા માટે અગાઉ પણ તેઓ બે વખત 'સેના પદક' પ્રાપ્ત કરી ચુક્યા છે.ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર સૈનિકોને તેમની વીરતા માટે શોર્ય ચક્ર, કીર્તિ ચક્ર અને અશોક ચક્રથી સન્માનિત કરે છે. આ પૈકી 'અશોક ચક્ર' સૌથી મોટું સન્માન છે. આ વર્ષે કીર્તિ ચક્ર માટે ચાર જવાનો અને શૌર્ય ચક્ર માટે 12 જવાનોની પસંદગી થઇ છે
First published: January 24, 2019, 4:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading