Home /News /national-international /બિઝનેસ આઈડીયા: આ મરઘી સામે કડકનાથ મરઘાનું કંઈ ન આવે, એક ઈંડાની કિંમત 100 રૂપિયા

બિઝનેસ આઈડીયા: આ મરઘી સામે કડકનાથ મરઘાનું કંઈ ન આવે, એક ઈંડાની કિંમત 100 રૂપિયા

આ મરઘીના ઈંડા ખૂબ મોંઘા હોય છે.

મીટ ઉત્પાદન માટે મરઘી અને મરઘા પાલન કરવામાં આવે છે. ઈંડા ઉત્પાદન મામલામાં તેની મરઘી નબળી માનવામાં આવે છે. આ મરઘીની અંદર વાર્ષિક ફક્ત 60થી 70 ઈંડા આપવાની ક્ષમતા હોય છે.

નવી દિલ્હી: ભારતના ગામડાઓમાં મરઘા પાલન વ્યવસાય ઝડપથી ફુલીફાલી રહ્યો છે. તેનો ફાયદો એ થયો કે, ઈંડા અને મીટના ઉત્પાદનમાં વધારો થયો. આ દરમિયાન સરકારે ખેડૂતોને પોલ્ટ્રી ફાર્મિંગનો વ્યવસાય અપનાવવા માટે પ્રોસ્તાહિત કરી રહી છે. પોલ્ટ્રી ફાર્મિંગની શરુઆત કરવા માટે ખેડૂતોને બંપર સબ્સિડી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દરિયામાં ડૂબી જશે ભારતના આ શહેરો, નવા સંશોધનમાં સામે આવી ડરામણી વાતો

100 રૂપિયામાં વેચાય છે અસલી મરઘીનું એક ઈંડુ


મીટ ઉત્પાદન માટે મરઘી અને મરઘા પાલન કરવામાં આવે છે. ઈંડા ઉત્પાદન મામલામાં તેની મરઘી નબળી માનવામાં આવે છે. આ મરઘીની અંદર વાર્ષિક ફક્ત 60થી 70 ઈંડા આપવાની ક્ષમતા હોય છે. તેના ઈંડાની કિંમત ખૂબ વધારે હોય છે. અસીલ મરઘીનું એક ઈંડુ 100 રૂપિયામાં ખરીદવામાં આવે છે. આ ઈંડાનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.

કેવો હોય છે તેનો આકાર


અસીલ મરઘીનું મોં લાંબુ અને વેલણાકાર હોય છે, જે પંખો, મોટી આંખો અને લાંબી ડોકવાળા હોય છે. તેને મજબૂત અને સીધા પગ હોય છે. આ નસલના મરઘાનો વજન 4-5 કિલો અને મરઘીનો વજન 3-4 કિલો હોય છે. તેના કોકરાલ યુવાન મરઘા સરેરાશ 3.5-4.5 કિલો અને પુલૈટ્સ સરેરાશ વજન 2.5-3.5 કિલો હોય છે. આપને જણાવી દઈએ કે, દેશમાં કેટલીય જગ્યા પર મરઘા અને મરઘીની લડાઈનું ચલણ છે, ત્યારે આવા સમયે અસીલ નસની મરઘી અને મરઘાનો લડાઈ માટે ઉપયોગ થાય છે.

આ રાજ્યોમાં જોવા મળે છે અસીલ મરઘી


આપને જણાવી દઈએ કે, અસીલ મરઘીની નસલ દક્ષિણી પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. તેની તમામ નસલમાં રેઝા (હળવો લાલ), ટીકર, ચિત્તા, કાગર, સફેદ યારકિન અને પીળા રંગની નસ્લ ખૂબ જ પ્રખ્યા છે.
First published:

Tags: Bussiness Idea