Home /News /national-international /ASEAN Summit 2022: શું રશિયા સાથે યુદ્ધ સમાપ્ત થશે? યુક્રેનના વિદેશ મંત્રી સાથે જયશંકરે કરી વાત

ASEAN Summit 2022: શું રશિયા સાથે યુદ્ધ સમાપ્ત થશે? યુક્રેનના વિદેશ મંત્રી સાથે જયશંકરે કરી વાત

Cambodia News: કંબોડિયામાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે તેમના સમકક્ષ યુક્રેનિયન દિમિત્રો કુલેબા સાથે બેઠક યોજી હતી. (Photo-twitter@DrSJaishankar)

Russia Ukraine War News: ભારતે એમ પણ કહ્યું છે કે કાળા સમુદ્ર દ્વારા અનાજની નિકાસ કરવાની પહેલને સ્થગિત કરવાથી ખાદ્ય સુરક્ષા અને ઇંધણ અને ખાતરના પુરવઠા સામે પડકારો ઊભા થવાની ધારણા છે

  રશિયા-યુક્રેન યુદ્ધને ઘણો સમય વીતી ગયો છે આ બંને દેશો વચ્ચે ચાલી રહેલ લોહિયાળ જંગમાં ઘણા સૈનિકોના મોત થયા છે તો કેટલાક મોસુમ લોકોને પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યાં જ લાખો લોકો પોતાના ઘર છોડીને પલાયન કરી છે. બીજી તરફ યુક્રેનમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે. આવામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે તેમના યુક્રેનિયન સમકક્ષ દિમિત્રો કુલેબા સાથે મુલાકાત કરી હતી.

  બંને નેતાઓએ પ્રદેશમાં તાજેતરના વિકાસ, પરમાણુ ચિંતાઓ અને યુક્રેન સામે રશિયાના યુદ્ધને સમાપ્ત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. જયશંકરે અહીં કંબોડિયાની રાજધાનીમાં આસિયાન-ભારત શિખર સમ્મેલન દરમિયાન કુલેબા સાથે મુલાકાત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું, "યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાને મળીને આનંદ થયો. અમારી ચર્ચાઓમાં તાજેતરના સંઘર્ષ, વિકાસ, અનાજની નિકાસની પહેલ અને પરમાણુ ચિંતાઓનો સમાવેશ હતો.

  કુલેબા સાથે જયશંકરની મુલાકાત રશિયા-યુક્રેનિયન યુદ્ધને લઈને વૈશ્વિક ચિંતાઓ વચ્ચે તેમની બે દિવસીય રશિયાની મુલાકાતના દિવસો પછી આવે છે. ફેબ્રુઆરીમાં યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા બાદ જયશંકરની મોસ્કોની આ પ્રથમ મુલાકાત હતી. જયશંકર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર સાથે મુલાકાતે છે. તેઓ અહીં આસિયાન-ઈન્ડિયા સમિટ અને 17મી ઈસ્ટ એશિયા સમિટમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. યુક્રેનના વિદેશ મંત્રી કુલેબાએ ટ્વિટર પર કહ્યું કે તેઓએ દ્વિપક્ષીય સહયોગ અને યુક્રેન સામે રશિયાના યુદ્ધને સમાપ્ત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.

  રશિયાએ ઘાતક હુમલા બંધ કર્યા - કુલેબા

  કુલેબાએ ટ્વીટ કર્યું, "મારા ભારતીય સમકક્ષ જયશંકર અને હું દ્વિપક્ષીય સહયોગ અને યુક્રેન સામે રશિયાના યુદ્ધને સમાપ્ત કરવાના માર્ગો પર ચર્ચા કરવા માટે મળ્યા હતા. મેં ભારપૂર્વક કહ્યું કે રશિયાએ તરત જ ઘાતક હુમલાઓ બંધ કરવા જોઈએ. યુક્રેનમાંથી તમામ સૈનિકો પાછા ખેંચી લેવા જોઈએ અને શાંતિ માટે પ્રતિબદ્ધ થવું જોઇએ. અમે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

  આ પણ વાંચો: ઈરફાન પઠાણે પાકિસ્તાની પીએમને ઇટનો જવાબ પથ્થરથી આપ્યો, ચોખ્ખુ પરખાવ્યું

  સંકટનો ઉકેલ વાતચીત દ્વારા થવો જોઈએ - ભારત

  ભારતે હજુ સુધી યુક્રેન પરના રશિયન આક્રમણની નિંદા કરી નથી અને સતત એવું કહ્યું છે કે મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા કટોકટીનો ઉકેલ લાવવો જોઈએ. ફેબ્રુઆરીમાં યુક્રેન સંઘર્ષની શરૂઆત થઈ ત્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમજ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે ઘણી વખત વાત કરી છે.

  આ પણ વાંચો: ચોરે ઘરમાં આવીને પતિની સામે જ પત્ની પર કર્યો રેપ, 3ની ધરપકડ

  ખાદ્ય સુરક્ષા પર ચર્ચા

  ભારતે એમ પણ કહ્યું છે કે કાળા સમુદ્ર દ્વારા અનાજની નિકાસ કરવાની પહેલને સ્થગિત કરવાથી ખાદ્ય સુરક્ષા અને ઇંધણ અને ખાતરના પુરવઠા સામે પડકારો ઊભા થવાની ધારણા છે, ખાસ કરીને વિશ્વના દક્ષિણ ભાગમાં. આ પહેલના પરિણામે યુક્રેનમાંથી 9 મિલિયન ટનથી વધુ અનાજ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોની નિકાસ થઈ છે. જયશંકરે 7 થી 8 નવેમ્બર દરમિયાન તેમની મોસ્કોની મુલાકાત દરમિયાન તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લવરોવ અને નાયબ વડા પ્રધાન ડેનિસ માન્તુરોવ સાથે વિસ્તૃત વાતચીત કરી હતી.
  Published by:rakesh parmar
  First published:

  Tags: India Russia, Russia Ukraine, Russia ukraine war, Ukraine, Ukraine war

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन