Home /News /national-international /

'પીડિત કિશોરીનું નિવેદન આસારામને પકડવામાં મહત્વનું સાબિત થયું'

'પીડિત કિશોરીનું નિવેદન આસારામને પકડવામાં મહત્વનું સાબિત થયું'

    આજે જ્યારે જોધપુર કોર્ટે આસારામને યૌનશોષણ કેસમાં દોષિત જાહેર કર્યો છે ત્યારે આ કેસના શરૂઆતના તપાસ અધિકારી જોધપુરના નાયબ પોલિસ કમિશ્નર અજય પાલ લાંબાએ જણાવ્યુ કે, આ કેસમાં પીડિત કિશોરીના નિવેદને મહત્વની ભૂમિકા ભજવી હતી.

    આ યૌન શોષણ કેસમાં ઓગષ્ટ 2013માં પોલિસે આસારામની મધ્ય પ્રદેશના ઇન્દોરથી ધરપકડ કરી હતી. જોધપુર પોલીસ માટે આ એક મોટી સફળતા હતી. ચાર દિવસના પોલિસ રિમાન્ડ બાદ આસારામને જોધપુર જેલમાં ધકેલવામાં આવ્યો હતો.

    આસારામને જેલના સળિયા પાછળ ધકેલવામાં પોલીસ અધિકારી અજય પાલ લાંબાની રાહબરી હેઠળની સઘન તપાસ અને યોગ્ય પ્લાનીંગ મુખ્ય કારણભૂત સાબિત થઇ.

    લાંબાએ જણાવ્યુ કે, આસારામની ધરપકડ કરવી એ ખુબ કઠીન કામ હતુ. પણ એક વખત આરોપો સાબિત કરતા પુરાવા મળ્યા અને યોગ્ય પ્લાનિંગને કારણે આસારામની ધરપકડ કરવામાં સફળતા મળી. આ કેસમાં ઘણી અડચણો હતી. આસારામની લોકપ્રિયતા ટોચ પર હતી. તેના અંધભક્તોની સંખ્યા આખા દેશમાં હતી. આવા સમયે આસારામની બીજા રાજ્યમાંથી ધરપકડ કરવી એ એક મોટો પકડાર હતો. આ કેસમાં સૌથી મહત્વનો પુરાવો પીડિત કિશોરીનું નિવેદન હતું. અમને આ નિવેદનને સપોર્ટ કરતા પુરાવા મળ્યા અને આ કારણે આસારામ સામેનો કેસ મજબુત બન્યો. આ કારણે આસારામની ધરપકડ થઇ શકી અને જોધપુર પોલિસને મોટી સફળતા મળી.

    16 વર્ષની કિશોરીએ 72 વર્ષના આસારામ સામે યૌન શોષણનો આરોપ મુક્યો હતો. પીડિતાના પિતા આસારામના અનુયાયી હતા. પિડિતાએ આક્ષેપ કર્યો હતો કે,યૌન શોષણ કર્યા બાદ આસારામે તેને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Asaram bapu, Asaram bapu case verdict, Asaram bapu news, Asaram latest news, Asaram news, Asaram rape case, Jodhpur court, आसाराम, आसाराम रेप केस, जोधपुर कोर्ट

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन