Home /News /national-international /

આસારામની ટીમનો પ્લાન, બાપુ પહેલા શિલ્પીને કાઢશે બહાર, જાણો કેમ

આસારામની ટીમનો પ્લાન, બાપુ પહેલા શિલ્પીને કાઢશે બહાર, જાણો કેમ

    આસારામને જેલની બહાર કઢવા માટે હવે તેના સમર્થકોએ નવો પ્લાન બનાવ્યો છે. સીનિયર વકીલોની સાથે મળીને આસારામના સમર્થક હવે કાયદાકીય દાવપેચ સાથે આસારામને બહાર નીકાળવાના પ્રયાસમાં લાગી ગયા છે.

    આસારામના નજીકના સમર્થકે ન્યૂઝ 18ને જણાવ્યું કે તેમણે બાપૂની જામીનનો પ્લાન બનાવી લીધો છે. જે અંતર્ગત સૌથી પહેલા તે હાઇકોર્ટમાં સંચિતા ઉર્ફે શિલ્પી માટે અરજી કરશે.

    આ અરજીમાં શિલ્પીના પિતા મહેન્દ્ર કુમાર જોધપુર પહોંચી ગયા છે અને તેમણે સિનીયર વકીલ મહેશ બોડા સાથે પણ મુલાકાત કરી લીધી છે. રાયપુર છત્તીસગઠના રહેવાસી મહેન્દ્ર અને બોડા વચ્ચે થયેલી આ મુલાકાતમાં શિલ્પીની સજા સ્થગિત કરવા માટે વાત થઇ છે. એટલે સલમાન ખાનનો કેસ લડનારા મહેશ બોડા હવે સોમવારે શિલ્પીની અરજી હાઇકોર્ટમાં કરશે. આ પહેલા શુક્રવારે તે પહેલાની કાર્યવાહી થવાની સંભાવના છે.

    યૌન શોષણના આરોપમાં દોષિત આસારામને સંભળાવેલ આજીવન કેદની સજા સામે ગુરુવારે તેમના વકીલ રાજસ્થાન હાઇકોર્ટ પહોંચ્યાં ન હતાં. સંભાવના માનવામાં આવે છે કે આસારામ તરફથી કોર્ટમાં અપીલ મુકવામાં આવશે પરંતુ એવું ન બન્યુ. ટ્રાયલ કોર્ટના 453 પાનના ફેંસલાને વાંચ્યા પછી અપીલ માટે આસારામના વકીલને હજી એક-બે દિવસનો સમય લાગી શકે છે.

    નોંધનીય છે કે આસારામને બુધવારે જોધપુર કોર્ટમાં સગીરા સાથે રેપના કેસમાં દોષિત જાહેર કરતા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. આની સાથે જ સાથેના આરોપીઓ શિલ્પી અને શરદને પણ દોષી જાહેર કરતાં 20-20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જ્યારે પ્રમુખ સેવક શિવા અને રસોઇયો પ્રકાશને કોર્ટે મુક્ત કરી દીધા છે. પીડિતાને પાંચ લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. વર્ષ 2013માં આસારામ સામે યુપીના શાહજહાંપુરની રહેવાસી છોકરીએ રેપનો આરોપ લગાવ્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Asaram bapu

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन