Home /News /national-international /

મોટાં-મોટાં નેતાઓ સાથે હતો આસારામનો સંબંધ...

મોટાં-મોટાં નેતાઓ સાથે હતો આસારામનો સંબંધ...

એક સમય હતો જ્યારે આસારામના દેશના મોટા મોટા નેતાઓ સાથે તેમના સંબંધ રહેલા છે. દરેક પાર્ટીના મોટા મોટા નેતાનો તેમની સાથે સારો સંબંધ રહેલો છે.

પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઘણીવાર આસારામના કાર્યક્રમમાં હાજર રહ્યાં છે. જો કે 2008માં જ્યારે એક બાળકની મોત આસારામની આશ્રમમાં થઇ તો તેની પર તાંત્રિક વિધિ કરીને હત્યા કરવાનો આરોપ લાગ્યા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી મોદી સરકારે જ તેમની પર તપાસના આદેશ આપ્યાં હતાં. ત્યારે આસારામે કહ્યું હતું કે મોદી
ભસ્મ થઇ જશે.દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ આસારામના સમર્થક હતાં અને તેમના ઘણાં કાર્યક્રમોમાં હાજર રહ્યાં હતાં. જ્યારે આસારામ પર આરોપો લાગ્યાં હતાં ત્યારે પણ બીજેપીના નેતાઓ તેમની સાથે હતાં તેવી પણ ચર્ચા હતી. તે સમયે અટલી બિહારી સાથેના સંબંધો પર સવાલો ઉઠ્યાં હતાં.

બીજેપી જ નહીં કોંગ્રેસના દિગ્ગજ નેતા પણ આસારામના નજીકનાઓમાં ગણાય છે. કોંગ્રેસ મહાસચિવ અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે પણ આસારામના કાર્યક્રમમાં હાજરી આપતાં હતાં. શિવરાજસિંહ ચૌહાણ પણ અનેકવાર આસારામના કાર્યક્રમમાં દેખાયા છે.

આ ઉપરાંત રમણ સિંહ, રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે, મુરલી મનોહર જોશી, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા પણ આસારામના ઘણાં કાર્યક્રમોમાં દેખાયા હતાં.

બાબા રામદેવની સાથે પણ આસારામને ઘણી વખત દેખાયા છે. આ ઉપરાંત પણ પૂર્વ રાષ્ટ્રપતિ આર.કે.નારાયણ, કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી કમલનાથ અને કપિલ સિબ્બલ, પૂર્વ પીએમ એચ.ડી.દેવગૌડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જોર્જ ફર્નાડિસ પણ તેમની સાથે દેખાયા છે. માત્ર રાજનેતા જ નહીં ચીફ જસ્ટિસ પણ આસારામના ભક્ત રહ્યાં છે. તે સમય વિવાદ થઇ ગયો હતો ત્યારે જોધપુર કોર્ટની સામે સિક્કિમ હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સુંદરનાથ ભાર્ગવે રેપના આરોપી આસારામના પગ પકડીને આશીર્વાદ લીધા હતાં.
First published:

Tags: Asaram bapu case verdict, Asaram verdict, આસારામ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन