liveLIVE NOW

આસારામને આજીવન કેદઃ કોર્ટમાં શું થયું? કોણ નિર્દોષ છૂટ્યું, પીડિતાને પિતાએ શું કહ્યું?

  • News18 Gujarati
  • | April 25, 2018, 16:13 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 YEARS AGO
    15:5 (IST)
     સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત પોલીસ જોધપુર પહોંચી ગઇ છે. સુરતના કેસમાં તે આસારામનો કબજો મેળવી શકે છે. આસારામને સુરતમાં નોંધાયેલા બળાત્કારના કેસમાં જાપ્તો મેળવી શકે છે. સુરતમાં પિતા પુત્ર એટલે કે આસારામ અને નારાયણ સાંઇ સામે આ કેસ દાખલ છે. 

    15:1 (IST)

    સજાનો નિર્ણય સાંભળીને આસારામના વકીલે કહ્યું કે અમે હાઇકોર્ટમાં અરજી કરીશું. આસારામની પ્રવક્તાએ પણ કહ્યું કે સજાને હાઇકોર્ટમાં પડકારીશું

    14:54 (IST)
     આજીવન કેદની સજા જાહેર થતાની સાથે જ આસારામની આંખમાંથી આંસુ નીકળી ગયા હતાં. પોતાના જ આશ્રમની સગીર શિષ્યા સાથે રેપના મામલામાં આસારામને જોધપુર કોર્ટમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. હવે આસારામને પોતાની બચેલી જિંદગી જેલમાં જ વિતાવવી પડશે.

    14:38 (IST)
     બાકીના બે આરોપીઓ શિલ્પા અને શરદને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

    14:34 (IST)
    આસારામને આજીવન કેદની સજા કરવામાં આવી છે , બાકીના બે આરોપીઓને 20 -20 વર્ષની સજા કરવામાં આવી. 

    13:11 (IST)
    પૂર્વ આઈપીએસ ડી.જી વણઝારાએ આસારામનો બચાવ કરતાં કહ્યું કે, 'પીડિતાએ કોર્ટમાં બળાત્કારની વાત નથી કરી. આ બળાત્કારનો કેસ નથી. એફઆરઆઇમાં બળાત્કારની વાત નથી. આની ઉપર હાઇકોર્ટમાં જઇશું. બાપુજી સેસન્સ કોર્ટમાં નહીં તો હાઇકાર્ટમાં જઇશું. મારો આસરામ સાથે શિષ્ય ગુરુનો સંબંધ રહ્યો છે. 'જે થયું છે એનો સ્વિકાર કરીએ છીએ અને ભવિષ્યમાં પણ સ્વિકાર કરીશું. આ રીતે આસારામ જેવા સાધુને બદનામ કરવા એ હિંદુત્વના હિતમાં નથી, આપણા દેશના હિતમાં નથી


    12:42 (IST)
     સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આસારામની કોર્ટ રૂમમાં જ  તબિયત લથડી છે. આસારામ આવ્યો ત્યારથી જ કોર્ટમાં ઉભો હતો. 

    આધ્યાત્મિક ગુરૂ અને કથાવાચક આસારામ સગીર પર દુષ્કર્મ કેસના મામલે આજે  આસારામને આજીવન કેદ તથા તેના બે સાથી આરોપીઓને 20 20 વર્ષની સજા થઇ છે.

    જોધપુર કોર્ટમાં આજે આવનારા ચુકાદા પર બધાની નજર હતી. પીડિત પક્ષ જ્યાં કડકમાં કડક સજાની માગ કરી રહ્યાં છે ત્યાં અમદાવાદમાં આસારામના આશ્રમમાં સાધકો પોતાના ગુરૂ માટે કાલથી હવન કરી રહ્યાં છે.

    રાજસ્થાન પોલીસે સીઆરપીસીની કલમ 151 અને 107 અંદર્ગત આ લોકોને 28 એપ્રિલ સુધી કસ્ટડીમાં લીધા છે. કાયદો અને વ્યવસ્થા માટે આસારામના અનુયાયીઓ જોખમી માનતા જોધપુર પોલીસે કલમ 144 પણ લાગૂ કરી દીધી છે.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन