Home /News /national-international /

આસારામે કહ્યું 'વૃદ્ધ થયો છુ થોડી દયા કરો,' જાણો શું થયું કોર્ટ રૂમમાં

આસારામે કહ્યું 'વૃદ્ધ થયો છુ થોડી દયા કરો,' જાણો શું થયું કોર્ટ રૂમમાં

    પાંચ વર્ષ જુના યૌન શોષણના મામલામાં આસારામને જોધપુરની કોર્ટે દોષી જાહેર કર્યો છે. આ મામલો સગીર છોકરીના યૌન શોષણ સાથે જોડાયેલો છે. આ મામલામાં જોધપુર જેલમાં બનેલી વિશેષ કોર્ટમાં જાણીએ આજે શું શું થયું.

    સુરક્ષાને કારણે અને આસારામના સાધકોને ધ્યાનમાં રાખતા જોધપુર જેલમાં જ વિશેષ અદાલત બનાવવામાં આવી હતી. સુનાવણી માટે જજ મધુસુદન શર્માએ સવારે 8 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. નક્કી કરાયેલા સમયે જજ કોર્ટમાં પહોંચ્યા જે પછી અન્ય આરોપીઓને કડક સુરક્ષા સાથે જોધપુર જેલમાં લાવવામાં આવ્યાં. અદાલતની કાર્યવાહી શરૂ થઇ ત્યારે આસારામ ત્યાં પહોંચ્યાં ન હતા. જજે જ્યારે આસારામને બોલાવવાનું કહ્યું તો તે પોતાની બેરેકમાં પૂજા કરી રહ્યાં હતાં. જેના કારણે નક્કી કરેલા સમયથી 15 મિનિટ આસારામ મોડા પહોંચ્યાં. જેના કારણે જજે ગુસ્સામાં કહ્યું કે હવે મારે કાંઇ સાંભળવું નથી કેસની સુનાવણી પુરી થઇ છે હવે માત્ર ચુકાદો સંભળાવવાનો છે.

    જે પછી જજે પોતાના સ્ટેનો પાસે લગભગ બે પેજ ટાઇપ કરાવ્યાં અને કેટલીક વાર પછી તેમણે નિર્ણય સંભળાવતા આસારામને દોષિત જાહેર કર્યા. આસારામની સાથે શિલ્પી અને શરતચંદ્રને પણ જજે દોષી જાહેર કર્યા. જ્યારે શિવા અને પ્રકાશની ઓછી ઉંમરના કારણે તેમને જજે મુક્ત કરી દીધા.

    જજે આપેલો ચુકાદો સાંભળીને આસારામનો ચહેરો ઉદાસ થયો હતો. જે દરમિયાન અદાલતે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી. સરકારી વકીલોએ આસારામને કડક સજા આપવાની દલીલો કરી.

    નિર્ણય સાંભળ્યા પછી આસારામે જજને કહ્યું કે હું વૃદ્ધ થઇ ગયો છું મારી પર દયા કરો. પરંતુ જજે તેની વાતો પર કોઇ પ્રતિક્રિયા ન આપી.

    જોધપુર જેલમાં બનાવેલ વિશેષ કોર્ટમાં આસારામના 14 વકીલ હાજર હતાં જ્યારે પીડિત પક્ષના 2 સરકારી વકીલ હાજર હતાં.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Asaram bapu, Asaram bapu case verdict, Jodhpur

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन