Home /News /national-international /

આખરે એ રાત્રે જોધપુરના મણાઈ આશ્રમમાં શું થયું હતું!

આખરે એ રાત્રે જોધપુરના મણાઈ આશ્રમમાં શું થયું હતું!

    જોધપુરના મણાઇ આશ્રમમાં આસારામે પોતાની કુટીરમાં અંધારામાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ વિરોધ કરતા આસારામે તેના માતાપિતાની હત્યા કરાવી નાખવાની ધમકી આપી હતી. આશરે દોઢ કલાક સુધી આસારામે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં તપાસ અધિકારીએ વિસ્તારપૂર્વક આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે આસારામ કેવી રીતે નિર્વસ્ત્ર થઈને સગીરા સામે ગંદી હરકતો કરી હતી, જે ખૂબ ડરાવનારી હતી. આ માટે આસારામે એક તરકટ રચ્યું હતું અને સગીરાને આશ્રમ બોલાવી હતી. આસારામ જ્યારે બળાત્કાર કરતો હતો ત્યારે બે-ત્રણ ચોકીદાર બહાર પહેરો ભરતા હતા.

    તપાસ અધિકારી તરફથી રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આસારામના છિંદવાડા આશ્રમના છાત્રાલયની સંચાલિકા શિલ્પી ઉર્ફે સંચિતા ગુપ્તા તેમજ શરદચંદ્રએ મળીને તરકટ રચ્યું હતું અને સગીરાને જોધપુર બોલાવી હતી. અહીં બોલાવ્યા બાદ 15 ઓગસ્ટ 2013ના કોડ સત્સંગ કર્યા બાદ રાત્રે પીડિતા તેમજ તેના માતાપિતાને કુટીર પરિસરના ગાર્ડનમાં બોલાવવામાં આવ્યા હતા. અહીં તેમની સાથે વાતચીત કરીને તેમને દૂધ પીવડાવવામાં આવ્યું હતું. આસારામે પીડિતાને કુટીરની પાછળની બાજુએ મોકલી દીધી હતી અને તે પોતે માતાપિતા સાથે વાતચીત કરતો રહ્યો હતો. બાદમાં તે કુટિર ગયો હતો અને લાઇટો બંધ કરી દીધી હતી.

    તેણે પોતાના રસોઇયા મારફતે તેના માતાપિતાને જવાનો સંદેશ મોકલી દીધો હતો. બાદમાં તેણે ગંદી હરકત શરૂ કરી દીધી હતી. આસારામે કુટિરના પાછળના દરવાજાથી પીડિતાને અંદર બોલાવી હતી. દરવાજો બંધ કરીને પોતાને પલંગ ઊંઘી ગયો હતો અને પીડિતાને પોતાની બાજુમાં બોલાવી હતી. પીડિતાના શરીર પર હાથ ફેરવતા તેણે પોતાને સમર્પિત થવાનું કહીને આશ્રમમાં જ રહેવાની લાલચ આપી હતી.

    બાદમાં તેણે પીડિતાને કહ્યું હતું કે 'બહાર જઈને જોઈને આવ કે તારા માતાપિતા શું કરે છે.' પીડિતાએ બહાર જઈને જોયું તો તેના પિતા ચાલ્યા ગયા હતા અને તેની માતા ત્યાં જ બેઠી હતી. બાદમાં પીડિતાએ પીડિતાને કુટીરમાં પરત બોલાવી અંદરથી દરવાજો બંધ કરી દીધ હતો. બાદમાં આસારામે નિર્વસ્ત્ર થઈને આશરે દોઢ કલાક સુધી ગુરુ અને શિષ્યાના સંબંધોને કલંક લગાડતી હરકતો કરી હતી. આસારામે સગીરાને બળજબરીથી અર્ધનગ્ન કરીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ બૂમો પાડી તો તેણે હાથથી તેનું મોઢું બંધ કરી દીધું હતું અને તેના માતાપિતાને મારી નાખવાની ધમકી આપી હતી. દોઢ કલાક ગંદુ કામ કર્યા બાદ આસારામે સગીરાને કપડાં પહેરી વાળ સરખા કરીને બહાર જવાનું કહ્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Asaram bapu, Asaram bapu case verdict, Asaram bapu news, Asaram latest news, Asaram news, Asaram rape case, Jodhpur court, आसाराम, आसाराम रेप केस, जोधपुर कोर्ट

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन