Home /News /national-international /આસારામ માનતો કે, બ્રહ્મજ્ઞાનીને દુષ્કર્મનું પાપ નથી લાગતું: સાક્ષી

આસારામ માનતો કે, બ્રહ્મજ્ઞાનીને દુષ્કર્મનું પાપ નથી લાગતું: સાક્ષી

  દુષ્કર્મના મામલામાં આજીવન કેદની સજા મેળવનારા આસારામ માનતા હતાં કે છોકરીઓનું યૌન શોષણ કરવું તેમના જેવા 'બ્રહ્મજ્ઞાનીઓ' માટે કોઇ પાપ નથી. આ વાત કોર્ટમાં એક સાક્ષીએ કહી હતી.

  સાક્ષી તથા પહેલા આસારામના રહી ચુકેલા અનુયાયી રાહુલ કે. સચારે પોતાની ગવાહીમાં કહ્યું કે આસારામ પોતાની કામોત્તેજના વધારવા માટે દવાઓ ખાતા હતા. રાહુલ આસારામના નજીકના હતાં અને તેમની પહોંચ આસારાનની કુટિયા સુધી હતી. તેમણે પોતાની ગવાહીમાં કહ્યું કે તેમણે આસારામને 2003માં રાજસ્થાનના પુષ્કર, હરિયાણાના ભિવાની અને ગુજરાતના અમદાવાદ સ્થિત આશ્રમોમાં છોકરીઓનું યૌન શોષણ કરતાં જોયા છે.

  તેમણે કહ્યું કે આસારામની સાથે રહેતી ત્રણ મહિલાઓને ટોર્ચની લાઇટ બતાવીને આ કૃત્ય માટે સંકેત આપતો હતો. આસારામને જે છોકરી જોઇતી હતી તેની ઉપર તે ટોર્ચથી લાઇટ ફેંકતો હતો. સંકેત મળ્યાં પછી તે મહિલાઓ છોકરીઓને આસારામના રૂમમાં લઇ આવતી હતી.

  સચારે આગળ જણાવતાં કહ્યું કે, અમદાવાદમાં એક સાંજે તે કુટિયાની દિવાલ પર ચઠ્યો અને તેણે આસારામને છોકરી સાથે દુષ્કર્મ કરતા જોયો. તેના પછી તેણે રસોઇયા મારફતે પત્ર લખીને પૂછ્યું કે તે છોકરીઓ સાથે આવું કેમ કરે છે? આસારામે પત્ર લખ્યો પરંતુ તેની પર ધ્યાન ન આપ્યું. સચારે આસારામને બીજો પત્ર લખ્યો પરંતુ તેનો પણ જવાબ ન મળ્યો.

  સચારે કહ્યું કે આ પછી તે જબરદસ્તી આસારામની કુટિયામાં ઘુસ્યો અને પૂછ્યું કે બાપુ તમે મારા સવાલોનો જવાબ કેમ નથી આપતાં. જેના જવાબમાં આસારામે કહ્યું કે 'બ્રહ્મજ્ઞાનીને આવું કરવાથી પાપ નથી લાગતું.'

  તેણે સામે પૂછ્યું કે 'બ્રહ્મજ્ઞાની'ની આવી ઇચ્છા કઇ રીતે હોઇ શકે. ત્યારે તે ચૂપચાપ અંદર જતો રહ્યો અને તેણે પોતાના માણસોને કહ્યું કે આને કુટિયાની બહાર ધકેલી દો. તેમણે કહ્યું તે આસારામ પોતાની યૌન ક્ષમતા વધારવા માટે દવાઓ ખાતો હતો અને અફીણનું સેવન પણ કરતો હતો જેને તે કોડવર્ડમાં 'પંચેડ બૂટી' કહેતો હતો.

  સચારે કોર્ટમાં એ પણ કહ્યું કે આસારામની સાથે રહેતી ત્રણ મહિલાઓ આ બાબનો શિકાર બનેલી છોકરીઓના ગર્ભપાત પણ કરાવતી હતી.

  આસારામનો સાથ અને આશ્રમ છોડ્યા પછી સચાર પર 2004માં તેની પર હુમલો પણ થયો હતો. જેની પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ કોઇ કાર્યવાહી થઇ ન હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Asaram bapu, Asaram bapu case verdict, Asaram latest news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन