આસારામને નાસ્તામાં મળ્યાં સિંગદાણા અને ગોળ, બુધવારે ભૂખ્યા પેટે જ ઊંઘી ગયો

News18 Gujarati
Updated: April 26, 2018, 12:47 PM IST
આસારામને નાસ્તામાં મળ્યાં સિંગદાણા અને ગોળ, બુધવારે ભૂખ્યા પેટે જ ઊંઘી ગયો

  • Share this:
નવી દિલ્હીઃ બળાત્કાર કેસમાં જેલની સજા મળ્યાના બીજા દિવસે સવારે 'કેદી નંબર-130'ને જેલના તંત્રએ નાસ્તામાં ગોળ અને સિંગદાણા આપ્યા હતા. ન્યૂઝ 18ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 77 વર્ષીય આસારામે બુધવારે રાત્રે જેલમાં ભોજન લીધા વગર જ ઊંઘી જવું પડ્યું હતું. કારણ કે જેલતંત્રએ આસારામને આશ્રમ તરફથી મોકલવામાં આવેલું ભોજન આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

આશ્રમ તરફથી આવેલું ટિફિન આપવાનો ઇન્કાર કર્યા બાદ આસારામ જેલમાં એક કલાક સુધી આમ તેમ ચાલ્યો હતો. બાદમાં તે ભૂખ્યા પેટે જ ઊંઘી ગયો હતો.

ગુરુવારે સવારે જેલતંત્રએ અન્ય કેદીઓની જેમ આસારામને સવારે જગાડ્યો હતો અને નાસ્તા માટે સિંગદાણા, ગોળ અને કઠોળ આપ્યા હતા. સવારે નાસ્તો કરતા પહેલા આસારામે જેલમાં યોગા પણ કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આસારામે જેલમાં અન્ય કેદીઓની જેમ બીજા કામ પણ કરવા પડશે. જોકે, તેની ઊંમરનું ધ્યાન રાખીને તેને એ પ્રકારનું કામ સોંપવામાં આવશે.

બુધવારે બળાત્કારના કેસમાં આસારામ દોષિત જાહેર થયો હતો, જોધપુર સેન્ટ્રલ જેલમાં જ તેને બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. ન્યાયાધીશ મધુસુદન શર્માએ આસારામ છેલ્લા ચાર વર્ષથી જ્યાં બંધ હતો તે જ કોર્ટમાં તેને ચુકાદો વાંચી સંભળાવ્યો હતો. કોર્ટે સજાની સાથે સાથે આસારામને રૂ. એક લાખનો દંડ પણ ફટકાર્યો હતો.

ચુકાદા બાદ આસારામના વકીલે જણાવ્યું હતું કે, આસારામ બળાત્કાર કેસમાં દોષિત નથી, ટ્રાયલ કોર્ટના ચુકાદાને અમે ઉપલી કોર્ટમાં પડકારીશું.આસારામ ઉપરાંત આ કેસમાં તેના બે સાથી શરદ અને શિલ્પીને પણ 20-20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે બે લોકોને નિર્દોષ છોડ્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: April 26, 2018, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading