Home /News /national-international /લાગે છે મારો કેસ ક્યારેય નહીં પતે, સુપ્રીમ કોર્ટે જામીન અરજી નકારતાં છલકાયું આસારામનું દર્દ

લાગે છે મારો કેસ ક્યારેય નહીં પતે, સુપ્રીમ કોર્ટે જામીન અરજી નકારતાં છલકાયું આસારામનું દર્દ

આસારામ

Supreme court on Asaram Case: સુપ્રીમ કોર્ટે 2013ના બળાત્કાર કેસ મામલે જામીન અરજી રદ્દ કરી હતી. આસારામની વધતી ઉંમર અને બિમારીને કારણે જામીન માંગવામાં આવ્યા હતા.

    બળાત્કારના મામલે જેલમાં બંધ આસારામ બાપુને સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત આપવામાં આવી નથી. આજે સુપ્રીમ કોર્ટે આસારામની જામીન અરજી પર જણાવ્યું છે કે, આસારામ સામે ટ્રાયલ ચાલી રહ્યો છે. આ કારણોસર અમે આ મામલે જાન્યુઆરીમાં સુનાવણી કરીશું. સુપ્રીમ કોર્ટ પાસેથી રાહત ન મળતા આસારામનું દુ:ખ છલકાઈ આવ્યું છે. આસારામ જણાવે છે કે, જે પ્રકારે ટ્રાયલ ચાલી રહ્યો છે, તે પરિસ્થિતિમાં લાગી રહ્યું છે કે, મારો ટ્રાયલ ક્યારેય પણ પૂર્ણ નહીં થાય.

    બળાત્કારના આરોપી આસારામ જામીન માટે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ આસારામે જણાવ્યું છે કે, ‘મારા મામલે જે પ્રકારે ટ્રાયલ ચાલી રહ્યું છે, તે જોઈને લાગી રહ્યું છે કે, મારા વિરુદ્ધ ક્યારેય પણ ટ્રાયલ પૂર્ણ નહીં થાય.’

    આસારામ તરફથી સુપ્રીમ કોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી છે, તેમાં વધુ સાક્ષી રજૂ કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત આસારામની વધતી ઉંમર અને બિમારીને કારણે જામીન માંગવામાં આવ્યા છે. અરજીમાં બગડતી તબિયત અને બિમારીનો હવાલો આપીને સારા ઈલાજ માટે જામીન માટેની માંગ કરવામાં આવી છે.

    આ પણ વાંચો: No Money For Terror: આતંકવાદનો ખાત્મો ન બોલાવી દઈએ ત્યાં સુધી શાંતિથી નહીં બેસીએ: PM મોદીના પાક. પર ચાબખાં

    અગાઉની સુનાવણીમાં કોર્ટે શું કર્યું હતું

    અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે 2013ના બળાત્કાર મામલે જામીન અરજી રદ્દ કરી હતી. ઉપરાંત આસારામ તરફથી જે અરજી દાખલ કરવામાં આવી હતી, તે મામલે ગુજરાત સરકાર પાસે જવાબ પણ માંગ્યો હતો. આસારામે ગુજરાત હાઈકોર્ટના 10 નવેમ્બર, 2021ના આદેશને પડકારતી અરજી કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે આસારામની આ અરજી પર ગુજરાત સરકારને નોટીસ જાહેર કરી હતી.



    આસારામ પર આરોપ

    આસારામે પોતાના આશ્રમમાં એક સગીર યુવતીનો બળાત્કાર કર્યો હતો. આ મામલે વર્ષ 2018માં રાજસ્થાનની એક વિશેષ અદાલતે આસારામને આજીવન કેદની સજા સંભળાવી હતી. ગુજરાતમાં સુરતની બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે અલગ અલગ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમની પર બળાત્કાર કરવાનો અને બંધક બનાવવાનો આરોપ મુક્યો હતો. મોટી બહેને આસારામ સામે આરોપ મુક્યો હતો કે, વર્ષ 2001થી 2006 સુધી અનેકવાર તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તે સમયે તે યુવતી અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ આસારામના આશ્રમમાં રહેતી હતી.
    First published:

    Tags: Aasaram, Asaram bapu case verdict, Supreme Court

    विज्ञापन
    विज्ञापन