Home /News /national-international /

જેલમાંથી આસારામની ઓડિયો ક્લિપ વાયરલ, 'પહેલા શિલ્પી જેલ બહાર આવશે'

જેલમાંથી આસારામની ઓડિયો ક્લિપ વાયરલ, 'પહેલા શિલ્પી જેલ બહાર આવશે'

    સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા મળ્યા બાદ આસારામની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આસારામે પોતાના સમર્થકોના નામે ફેસબુક પર એક સંદેશ શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે તેની સામે કાવતરું ઘડવામાં આવ્યું છે. ફેસબુક પર મૂકવામાં આવેલા સંદેશમાં આસારામે કહ્યું છે કે, 'મારી સાથે કપડ કરવામાં આવ્યું છે, હું બહુ ઝડપથી બહાર આવી જઈશ.' આશ્રમના સોશિયલ મીડિયા પર આશરે એક કલાક સુધી આસારામના ફોટો સાથે આ ઓડિયો સંદેશ ચાલ્યો હતો. જોકે, થોડા સમય પછી તેને હટાવી દેવામાં આવ્યો હતો.

    ઓડિયો સંદેશમાં એવું લાગી રહ્યું છે કે આસારામ ભાષણ આપી રહ્યો છે. જેલના ઓફિસરે એ વાતની પુષ્ટિ કરી છે કે શુક્રવારે આસારામે ફોન પર એક વ્યક્તિ સાથે વાત કરી હતી. સોશિયલ મીડિયામાં આવી ક્લિપ ફરતી હોવાની કોઈ માહિતી નથી. એવું બની શકે કે તેણે ફોન પર જે કહ્યું હતું તેનું રેકોર્ડિંગ કરીને તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યું હોય.

    આ ઓડિયો ટેપમાં આસારામ ફક્ત પોતે જ નહીં પરંતુ તેની સાથે શિલ્પીને પણ જેલમાંથી બહાર કાઢવાની વાત કરી રહ્યો છે. શિલ્પી છિંદવાડા આશ્રમની વોર્ડન હતી.

    સોશિયલ મીડિયામાં વાયરલ સંદેશમાં આસારામે કહ્યું છે કે, 'પહેલા શરદ અને શિલ્પીને બહાર કાઢીશું. બાદમાં હું તમારી વચ્ચે આવી જઈશ. જેટલી મોટી મુશ્કેલી આવે છે એટલો મોટો રસ્તો પણ બની જતો હોય છે. મારા સાધકો મારી વાત માનીને જોધપુર ન આવ્યા, આ માટે ષડયંત્ર કરનાર સફળ ન રહ્યા. ફક્ત લક્ષ્મી, નારાયણ સાંઈ અને ભારતી જ મારો પરિવાર છે એવું કહેનાર લોકો ખોટા છે, આખી દુનિયા મારો પરિવાર છે. જેમાં લાખો કરોડો સભ્યો છે.'

    જેલ અધિકારીએ શું કહ્યું?

    આ અંગે જોધપુર જેલના ડીઆઈજી વિક્રમસિંહે કહ્યું કે, 'આસારામે અમદાવાદ સાબરમતી આશ્રમમાં ફોન કર્યો હતો. તેનો કોલ બીજી તરફ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જે ઓડિયો સંદેશ તરીકે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો. અમે કેદીઓ દ્વારા કરવામાં આવતા દરેક કોલનું રેકોર્ડિંગ કરીએ છીએ. કેદીને મહિને 80 મિનિટ સુધી કોલ કરવાની છૂટ આપવામાં આવતી હોય છે.'
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Audio clip, Jodhpur central jail, આસારામ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन