નવી દિલ્હી: ભારતીય હવામાન (Indian weather) વિભાગે રવિવારે જણાવ્યું છે કે, બંગાળની ખાડી પરનું ઊંડું દબાણ ક્ષેત્ર ચક્રવાત 'અસાની'માં (Asani Cyclone) પરિવર્તિત થયુ છે. જે આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બનશે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે, આ ચક્રવાત રવિવાર સાંજ સુધીમાં તેની અસર બતાવશે. તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને 24 કલાકની અંદર પૂર્વ-મધ્યમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે જણાવ્યું કે, ચક્રવાત 'અસાની' ઉત્તર-પશ્ચિમ દિશામાં 16 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તે વિશાખાપટ્ટનમથી દક્ષિણ-પૂર્વ દિશામાં 970 કિમી અને પુરીથી દક્ષિણ-પૂર્વ દિશામાં 1020 કિમીના અંતરે છે.
તેમણે કહ્યું કે, તે 10 મેની સાંજ સુધીમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ઓડિશાના કિનારે સમાંતર આગળ વધશે. ઉમાશંકર દાસે કહ્યું કે, આ ચક્રવાતી તોફાન 10 મે સુધીમાં ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચી શકે છે. આ રાજ્યોમાં તે જ દિવસે સાંજથી વરસાદ શરૂ થઈ જશે. ઓડિશાના ત્રણ જિલ્લા ગજપતિ, ગંજમ અને પુરીમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 11 મેના રોજ ઓડિશાના પાંચ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં ન જવા માટે એલર્ટ જાહેર કર્યું છે. 9 અને 10 મેના રોજ ઓડિશાના દરિયાકાંઠે સમુદ્રની સ્થિતિ ખરાબ રહેશે.
બીજી તરફ ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં 8થી 12 મે દરમિયાન હીટવેવની સ્થિતિ રહેશે. તેવી જ રીતે, પશ્ચિમ રાજસ્થાનમાં 8 થી 12, દક્ષિણ હરિયાણા અને પૂર્વ રાજસ્થાનમાં 9 થી 12, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 8 થી 9, દક્ષિણ પંજાબ અને જમ્મુ વિભાગમાં 10 થી 12 મે સુધી હીટવેવની સ્થિતિ પ્રવર્તશે. ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પણ આગામી થોડા દિવસો સુધી ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી. જોકે, ચક્રવાત અસાનીના કારણે બિહારના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.
" isDesktop="true" id="1207051" >
આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ અંદમાન સાગર અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં બનેલુ લો પ્રેશરનુ ક્ષેત્ર ઉત્તર-પશ્ચિમ દિશામાં વધી શકે છે. ભારત હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ આ બાબતની જાણકારી આપી છે. તેમણે કહ્યુ હતુ કે, લો પ્રેશરનો વિસ્તાર ઉત્તર પશ્ચિમની તરફ વધવાના અણસાર છે, જેનાથી બંગાળની ખાડીના પૂર્વ-મધ્યમાં એક ચક્રવાતી તોફાન ઉત્પન્ન થશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર