Home /News /national-international /ઓવૈસીએ પીએફઆઈ પર પ્રતિબંધનો વિરોધ કર્યો, કહ્યું- અમુક લોકોની ભૂલની સજા આખા સંગઠનને આપી શકાય નહીં

ઓવૈસીએ પીએફઆઈ પર પ્રતિબંધનો વિરોધ કર્યો, કહ્યું- અમુક લોકોની ભૂલની સજા આખા સંગઠનને આપી શકાય નહીં

પીએફઆઈ પર પ્રતિબંધનો ઓવૈસીએ વિરોધ કર્યો

PFI Ban: કેન્દ્રએ રાજ્યોને પણ આ સંગઠન વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાનો અધિકાર આપ્યો છે. PFI વિરુદ્ધ આ કાર્યવાહી UAPA અંતર્ગત કરવામા આવી છે. સાથે જ સંગઠન વિરુદ્ધ ગંભીર આરોપ પણ લાગ્યા છે.

  pfહૈદરાબાદ: પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈંડિયા એટલે કે, PFI અને તેની સાથે જોડાયેલ કેટલાય સંગઠનોને ભારત સરકારે 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રએ રાજ્યોને પણ આ સંગઠન વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાનો અધિકાર આપ્યો છે. PFI વિરુદ્ધ આ કાર્યવાહી UAPA અંતર્ગત કરવામા આવી છે. સાથે જ સંગઠન વિરુદ્ધ ગંભીર આરોપ પણ લાગ્યા છે. હવે પીએફઆઈ પર લાગેલા પ્રતિબંધો સામે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. હૈદરાબાદથી સાંસદ અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રના આ પગલાનો વિરોધ કર્યો છે. તેમણે ઉપરાઉપરી ટ્વિટ કરીને કહ્યું કે, હું હંમેશા પીએફઆઈનો વિરોધ કરતો આવ્યો છું અને લોકતાંત્રિક રીતનું સમર્થન કર્યું છે. તેમણે આગળ લખ્યું કે, પણ પીએફઆઈ પર પ્રતિબંધ લગાવાનો નિર્ણયનું હું સમર્થન કરતો નથી. તેમણે કહ્યું કે, આવી રીતે બેનથી એવા મુસલમાનો પર પ્રતિબંધ છે, જે પોતાના મનની વાત કહેવા માગે છે.  ઓવૈસીએ પીએફઆઈ પર લગાવેલા પ્રતિબંધ વિરુદ્ધ કેટલાય ટ્વિટ કર્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, અમુક લોકો દ્વારા ગુનાહિત ઘટનાઓને અંજામ આપવાનો મતબલ એ નથી કે આખા સંગઠનને જ પ્રતિબંધ કરી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદામા કહ્યું છે કે, કોઈ સંગઠનથી ફક્ત જોડાયેલા હોવાના નાતે દોષિત ઠેરવવા પર્યાપ્ત નથી. તેમણે આગળ લખ્યું કે, આવી રીતે નિરંકુશતાની સાથે પ્રતિબંધ લગાવવો ખતરનાક છે કારણ કે આ એવા મુસ્લિમોને પ્રતિબંધ કરે છે, જે પોતાની મનની વાત કહેવા માગે છે. જે નિરંકુશ રીતે ભારતની ચૂંટાયેલી સરકાર કામ કરી રહી છે, તેના આધાર પર આ કાળા કાયદા અંતર્ગત પીએફઆઈની રસીદ લઈને ફરતા દરેક મુસલમાન યુવકની ધરપકડ થઈ શકે છે.

  UAPAની ટીકા કરી


  અસદુદ્દીન ઓવૈસીએ UAPAની કડક શબ્દોમાં આલોચના કરી અને તેમણે કહ્યું કે, કોર્ટ દ્વારા મુક્ત કરતા પહેલા મુસ્લિમો દાયકાઓ સુધી જેલમાં રહેવા પડે છે. મેં UAPAનો વિરોધ કર્યો હતો. આ કાયદા અંતર્ગત કરવામા આવતી દરેક કાર્યવાહીનો વિરોધ કરુ છું. આ સ્વતંત્રતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આઝાદી આપણા સંવિધાનનો મૂળ આધાર છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે, કોંગ્રેસે યૂએપીએને કઠોર બનાવ્યો હતો અને ભાજપે તેમાં સંશોધન કરીને તેને ભયાનક અને નિરંકુશ બનાવી દીધો. કોંગ્રેસે પણ તેને સમર્થન કર્યું. સાથે જ ઓવૈસીએ કહ્યું કે, પીએફઆઈને તો પ્રતિબંધ કરી દીધું, પણ ખ્વાજા અજમેરી ધમાકાના દોષિતો સાથે જોડાયેલા સંગઠનો પર કેમ પ્રતિબંધ ન લગાવ્યા ?
  Published by:Pravin Makwana
  First published:

  Tags: AIMIM, Asaduddin Owaisi

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन