ઔવેસીએ કહ્યું- કોંગ્રેસ પાકિટમારોની પાર્ટી, જનોઈધારી રાહુલ નહીં સમજે અમારું દર્દ

News18 Gujarati
Updated: December 2, 2018, 1:55 PM IST
ઔવેસીએ કહ્યું- કોંગ્રેસ પાકિટમારોની પાર્ટી, જનોઈધારી રાહુલ નહીં સમજે અમારું દર્દ
અસદુદ્દીન ઓવૈસી (ફાઇલ)

ઓવૈસીએ મોદી પર નિશાન સાધતા કહ્યું- મોદી સરકાર મુસ્લિમ સુમદાયને જોવા નથી માગતી

  • Share this:
તેલંગાના વિધાનસભા ચૂંટણીમાં 7 ડિસેમ્બરે મતદાન થવાનું છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારમાં તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવામાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે મદરેસા અને મુસ્લિમોના ધાર્મિક સ્થળો બંધ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તે (સરકાર) અમને (મુસ્લિમ સમુદાય)ને જોવા નથી માગતી. કોંગ્રેસ અને તેલુગુ દેશમ પાર્ટી પર નિશાન સાધતાં ઓવૈસીએ કહ્યું કે, આ બંને પોકેટમાર પાર્ટીઓ છે. ઓવૈસીએ કહ્યું કે જનોઈધારી રાહુલ ગાંધી ક્યારેય મુસ્લિમોનું દર્દ નહીં સમજી શકે.

એક રેલીને સંબોધિત કરતાં ઓવૈસીએ જણાવ્યું કે મદરેસા અને મુસ્લિમોના ધાર્મિક સ્થળોને બંધ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સરકાર અમને જોવા નથી માગતી. ઓવૈસીએ કહ્યું કે AIMIMને હરાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર હૈદરાબાદ આવી રહ્યા છે, જ્યારે બીજેપી અધ્યક્ષ અમિત શાહ પાંચ વાર આવી ચૂક્યા છે. તેઓ મુસ્લિમ સમુદાયનો અવાજ એવી જ રીતે ખતમ કરી દેવા માંગે છે કે જેમ તેઓએ ઉત્તર પ્રદેશ અને બંગાળમાં કર્યું.

આ પણ વાંચો, કુરૈશીની ગુગલી પર સુષ્માની સિક્સર, 'અમે ફસાયા નથી પરંતુ પાક. બેનકાબ થયું છે'

ઉલ્લેખનીય છે કે, 119 બેઠકો ધરાવતી તેલંગાના વિધાનસભાને લઈ 7 ડિસેમ્બરે મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ (કેસીઆર)ની પાર્ટી ટીઆરએસ અને બીજેપી એકલા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે, કેસીઆરની વિરુદ્ધ પ્રજાકુટમી નામથી ચાર પાર્ટીઓનું ગઠબંધન મેદાનમાં છે.
First published: December 2, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading