ઓવૈસીના વેવાઈએ માથામાં ગોળી મારી, હોસ્પિટલે પહોંચે તે પહેલા દમ તોડ્યો
asaduddin owaisi
ઘટના બાદ તુરંત તેમને અપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, મઝહરુદ્દીનને સોમવારે બે વાગે ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. પણ તેમનું મોત થઈ ચુક્યું હતું.
હૈદરાબાદ: ઓલ ઈંડિયા મઝલિસે ઈત્તેહાલદુલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદમાંથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીના સંબંધી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી. મૃતક મઝહરુદ્દીન અલી ખાનની ઉંમર 60 વર્ષ હોવાનું કહેવાય છે.
જે વ્યવસાયે ડોક્ટર હતા અને ઓવૈસીને સંબંધમાં દીકરીના સસરા એટલે કે વેવાઈ થાય છે. તેમણે માથામાં ડાબા ભાગે ગોળી મારી હતી.
ઘટના બાદ તુરંત તેમને અપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, મઝહરુદ્દીનને સોમવારે બે વાગે ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. પણ તેમનું મોત થઈ ચુક્યું હતું.
ઓવૈસીની બીજી દીકરીના સસરા હતા મઝહરુદ્દીન
જાણકારી અનુસાર, મઝહરુદ્દીને સોમવારે ઘર પર લાયસન્સધારી હથિયારથી પોતાની જાતને ગોળી મારી દીધી હતી. જેની પાછળ પારિવારીક વિવાદ હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું છે કે, લાશ ઓસ્માનિયા જનરલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. મઝહરુદ્દીન ખાન એઆઈએમઆઈએમ પ્રમુખ ઓવૈસીની બીજી દીકરીના સસરા હતા. ડોક્ટર મઝહરુદ્દીનના દીકરાએ 2020માં ઓવૈસીની બીજી દીકરી સાથે લગ્ન કર્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર