મોહન ભાગવતના નિવેદન પર ઓવૈસીએ કહ્યું- હિંસા અને હત્યા ગોડસેની હિન્દુત્વવાળી વિચારધારા

એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (ફાઇલ તસવીર)

‘આ નફરત હિન્દુત્વના કારણે છે..’, મોહન ભાગવતના નિવેદન પર અસદુદ્દીન ઓવૈસીનો વળતો હુમલો

  • Share this:
    લખનઉ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat)ના નિવેદન પર એઆઇએમઆઇએમ (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ વળતો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, કાયરતા, હિંસા અને હત્યા કરવી ગોડસેની હિન્દુત્વ વાળી વિચારધારાનો હિસ્સો છે. નોંધનીય છે કે, રવિવારે મોહન ભાગવતે કહ્યું હતું કે, તમામ ભારતીયોના ડીએનએ (DNA) એક છે, ભલે તે કોઈ પણ ધર્મનો કેમ ન હોય. ભાગવતે લિન્ચિંગને લઈને કહ્યું કે, તેમાં સામેલ લોકો હિન્દુત્વની વિરુદ્ધ છે અને લોકતંત્રમાં હિન્દુઓ કે મુસલમાનોનું પ્રભુત્વ ન હોઈ શકે.

    અસદુદ્દીન ઓવૈસીએ સોમવારને એક પછી એક ટ્વીટ કરીને મોહન ભાગવતને ઘેરવાનો પ્રયાસ કર્યો. ઓવૈસીએ ટ્વીટમાં લખ્યું કે, આરએસએસ પ્રમુખ ભાગવતે કહ્યું કે લિન્ચિંગ કરનારા હિન્દુત્વ વિરોધી. આ અપરાધીઓને ગાય અને ભેંસમાં ફરક નથી ખબર, પરંતુ હત્યા કરવા માટે જુનૈદ, અખલાક, પહલૂ, રકબર, અલીમુદ્દીનના નામ જ પૂરતા નથી. આ નફરત હિન્દુત્વને આભારી છે, આ ગુનેગારોને હિન્દુત્વવાળી સરકારનો આશ્રય મળેલો છે.

    આ પણ વાંચો, ઝાબુઆઃ ગધેડા પર વરરાજા અને જીવતા માણસની અર્થી, જાણો ઈન્દ્ર દેવને પ્રસન્ન કરવા શું કરી રહ્યા છે લોકો

    BJP પર નિશાન સાધ્યું

    ઓવૈસીએ વધુ લખ્યું કે, કેન્દ્રીય મંત્રીના હાથે અલીમુદ્દીનના હત્યારાઓનું બહુમાન થાય છે. અખલાકના હત્યારાની લાશ પર તિરંગો લપેટવામાં આવે છે. આસિફને મારનાર લોકોના સમર્થનમાં મહાપંચાયત બોલાવાય છે, જ્યાં બીજેપીના પ્રવક્તા પૂછે છે કે શું આપણે મર્ડર પણ ન કરી શકીએ? તેમણે કહ્યું કે, કાયરતા, હિંસા અને હત્યા કરનારી ગોડસેની હિન્દુત્વવાળી વિચારધારાનો અતૂટ હિસ્સો છે. મુસલમાનોની લિન્ચિંગ પણ આ વિચારધારાનું પરિણામ છે.

    આ પણ વાંચો, ‘સંબંધો દિલ પર લખાય છે’, પૂજા ભટ્ટનું ટ્વીટ થયું વાયરલ, શું આમિર-કિરણના છૂટાછેડાની તરફ છે ઈશારો?

    મોહન ભાગવતે કહી હતી આ વાત

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે રવિવારે કહ્યું હતું કે, તમામ ભારતીયોના ડીએનએ એક છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધન કરતાં મોહન ભાગવતે કહ્યું કે, 'એ સાબિત થયું છે કે, આપણે છેલ્લાં 40,000 વર્ષોથી એક જ પૂર્વજોનાં વંશજો છીએ. ભારતના લોકોનો ડીએનએ સમાન છે. હિન્દુઓ અને મુસ્લિમો બે જૂથો નથી, એક થવાનું કંઈ નથી, તેઓ પહેલેથી જ સાથે છે. ભાગવતે કહ્યું હતું કે, સંઘ રાજકારણથી દૂર રહે છે. લિંચિંગો હિન્દુત્વની વિરુદ્ધ છે. મેં દિલ્હીના ભાષણમાં એમ પણ કહ્યું હતું કે, જો કોઈ હિન્દુ કહે છે કે, એક પણ મુસ્લિમ અહીં નહીં રહે, તો તે હિન્દુ હિન્દુ નહીં રહે અને આ પહેલી વાર નથી જ્યારે મેં આ કહ્યું, તે આવી ગયુ છે આજે મને સ્થાન આપવામાં આવ્યું છે હું સંઘની ટોચ પર છું. હું બોલું છું પણ શરૂઆતથી કહેવામાં આવે છે કે, જ્યારે સંઘ નાનો હતો ત્યારે તે સાંભળવામાં આવતું નહોતું. આપણા બધાના પૂર્વજો સમાન છે. હિતો જુદા હશે પણ સમાજ એક છે.
    Published by:Mrunal Bhojak
    First published: