પ્રકાશ આંબેડકર અને ઓવેશીની પાર્ટી વચ્ચેનું ગઠબંધન બોગ્ગસ: શિવસેના

News18 Gujarati
Updated: September 17, 2018, 7:19 PM IST
પ્રકાશ આંબેડકર અને ઓવેશીની પાર્ટી વચ્ચેનું ગઠબંધન બોગ્ગસ: શિવસેના
પ્રકાશ આંબેડકર

શિવસેનાએ આરોપ લગાવ્યો કે, “આંબેડકર અને ઓવેસીની પાર્ટીઓ પડદા પાછળથી ભાજપને મદદ કરે છે અને હવે તેઓ ખુલ્લામાં આવીને સપોર્ટ કરશે.”  

  • Share this:
ડો. બી.આર. આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકરની પાર્ટી ભારિપા બહુજન મહાસંધ (બીબીએમ) અને અસાઉદ્દીન  ઓવેસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદ-ઉલ મુસ્સલમીન (એઆઇએમઆઇએમ) વચ્ચે ચૂંટણી પહેલા ગઠબંધન કરવામાં આવ્યુ છે. આ ગઠબંધનને શિવસેનાએ બોગ્ગસ ગણાવ્યું છે અને કહ્યુ કે આ માત્ર રાજકીય રોટલા શેકવાની વાત છે.

શિવસેનાએ એવો દાવો કર્યો છે કે, પ્રકાશ આંબેડકર અને ઓવેસીની પાર્ટીઓ વચ્ચેનું ગઠબંધન ભારતીય જનતા પાર્ટીને જ ફાયદો કરશે. પ્રકાશ આંબેડકરનું આ પગલું એક રીતે તેમના સમાજને દગો દેવા બરોબર છે.
શિવસેનાએ કહ્યું કે, આંબેડકર અને ઓવેસી વચ્ચેનું ગઠબંધન કેટલાક લોકોને હરાવવા માટે છે અને આ એક વિચારીને કરવામાં આવેલી રણનીતિ છે.

શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં તંત્રીલેખમાં આ વાત લખી છે. પ્રકાશ આંબેડકર અને ઓવેસીની પાર્ટીએ આ અગાઉ જાહેર કર્યુ હતું કે 2019ની ચૂંટણી પહેલા બંને પક્ષો વચ્ચે ગઠબંધન થશે અને આ ગઠબંધન મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ રહેશે.
ઔવેસીએ જણાવ્યુ હતુ કે, બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને તેના હકારાત્મક પરિણામો આવી રહ્યાં છે.

આ પણ વાંચોરાજકોટ: ડો. આંબેડકરની પ્રતિમાનાં ચશ્મા ચોરાયા બાદ નવા ચશ્મા પહેરાવાયા

કર્ણાટક ચૂંટણીના છેલ્લા દિવસે મોદીનો સવાલ, કોંગ્રેસે આંબેડકર માટે શું કર્યું?

શિવસેનાએ એવો આરોપ લગાવ્યો કે, “આંબેડકર અને ઓવેસીની પાર્ટીઓ પડદા પાછળથી ભાજપને મદદ કરે છે અને હવે તેઓ ખુલ્લામાં આવીને સપોર્ટ કરશે.”

શિવસેના મહારાષ્ટ્ર વિધાનસભા અને કેન્દ્ર નરેન્દ્ર મોદી સરકારમાં ગઠબંધનમાં છે.

શિવસેનાએ વધુમાં ઉમેર્યુ કે, “ભાજપ સાથે સીધી રીતે સાથ આપવાના બદલે બંનેએ નવો ફ્રન્ટ શરૂ કર્યો છે. પ્રકાશ આંબેડકરની આ રીતને ડો. બાબા સાહેબ આંબેડકરના વિચાર સાથે કોઇ લેવા દેવા નથી. બાબા સાહેબ આંબેડકર હંમેશા હિંદુઓના ખોટા રિવાજો અને પરંપરાઓ સામે લડ્યા પણ તેમણે કોઇ દિવસ ઉગ્ર (રેડિકલ) મુસ્લિમ જુથો સાથે હાથ મિલાવ્યા નહોતા. એટલું જ નહીં, પણ તેમણે ઇસ્લામ ધર્મ અંગિકાર કરવાનો ઇન્કાર કર્યો હતો.”

શિવસેનાએ જણાવ્યુ કે, ઓવેસીની પાર્ટી મુસ્લિમ લીગનો ભ્રષ્ટ અવતાર છે અને મુસ્લિમ મતબેંકનું રાજકારણ રમે છે. આવા લોકો સાથે પ્રકાશ આંબેડકર સાથે હાથ મિલાવે એ ખરેખર તેમના સમાજ સાથે દગો દેવા બરાબર છે.”

 
First published: September 17, 2018, 7:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading