Home /News /national-international /ગુજરાત ચૂંટણી: યા અલ્લાહ સાબિરને ધારાસભ્ય બનાવી દે, મંચ પરથી ઓવૈસી પોક મુકીને રડવા લાગ્યા
ગુજરાત ચૂંટણી: યા અલ્લાહ સાબિરને ધારાસભ્ય બનાવી દે, મંચ પરથી ઓવૈસી પોક મુકીને રડવા લાગ્યા
asaduddin owaisi
વીડિયોમાં ઓવૈસી કહી રહ્યા છે કે, યા અલ્લાહ સાબિરને ધારાસભ્ય બનાવી દે. જેથી અમે જિંદગીમાં ફરી કોઈ બિલકીસ ન જોઈ શકીએ. અલ્લાહ સાબિરને કામયાબી આપે. જેથી અમે અમારી દીકરીઓને આવી રીતે લાચાર ન જોઈએ.
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાના વોટિંગના પ્રચાર અભિયાન શનિવાર સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થઈ ગયા હતા. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસ AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી અલ્લાહના નામ પર વોટ માગતા દેખાયા હતા. શનિવારે જમાલપુરમાં એક જાહેરસભાને સંબોધન કરતી વખતે ઓવૈસી ઈમોશનલ થઈ ગયા અને મંચ પર રડવા લાગ્યા હતા. ઓવૈસીએ ખુદા પાસેથી જીતની દુઆ માગતા કહ્યું કે, AIMIMને જીતાડો, જેથી ફરી વાર કોઈ બિલકિસ ન બને.ઔવૈસીની ઈમોશનલ અપીલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં ઓવૈસી કહી રહ્યા છે કે, યા અલ્લાહ સાબિરને ધારાસભ્ય બનાવી દે. જેથી અમે જિંદગીમાં ફરી કોઈ બિલકીસ ન જોઈ શકીએ. અલ્લાહ સાબિરને કામયાબી આપે. જેથી અમે અમારી દીકરીઓને આવી રીતે લાચાર ન જોઈએ. ગુજરાતમાં બીજા તબક્કામાં પાંચ ડિસેમ્બરે 93 વિધાનસભા વિસ્તારમાં મતદાન થશે. જેમાં 833 ઉમેદવાર નસીબ અજમાવી રહ્યા છે. મતગણતરી આઠ ડિસેમ્બરે થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી AIMIM 13 સીટ પર ચૂંટણી લડી રહી છે. ઓવૈસી ચૂંટણીમાં પોતાના ઉમેદવારોની જીત અપાવવા માટે ખૂબ પ્રચાર કરી રહ્યા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર