ચોમાસાએ ગતિ પકડી, આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં થશે ધમાકેદાર એન્ટ્રી

પ્રતિકાત્મક તસવીર

બંગાળની ખાડીમાં ઓછું દબાણનું ક્ષેત્ર બવાના કારણે આગામી 24 કલાકમાં દેશના અનેક રાજ્યોમાં જોરદાર વરસાદ શઈ શકે છે.

 • Share this:
  નવી દિલ્હીઃ ગરમીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર આવી ગયા છે. ભારતીય મૌસમ વિભાગના (India Meteorological Department) રિપોર્ટ પ્રમાણે દક્ષિણ પશ્વિમી ચોમાસાને (Monsoon) આગળ વધવા માટે પરિસ્થિતિઓ વધારે સારી બની રહી છે. મૌસમ વિભાગ પ્રમાણએ આગામી 48 કલાકમાં બંગાળની ખાડી ઉપર લો પ્રેશર બનવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં ઓછું દબાણનું ક્ષેત્ર બવાના કારણે આગામી 24 કલાકમાં દેશના અનેક રાજ્યોમાં જોરદાર વરસાદ શઈ શકે છે. પૂર્વીય હવાઓના કારણે 12 જૂન અને 13 જૂનના દિવસે દિલ્હી-એનસીઆરમાં વરસાદની સંભાવના છે.

  પશ્વિમી ઉત્તર પ્રદેશમાં હજી મૌસમમાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિ બની રહેશે. છેલ્લા 48 કલાકથી વધારે ભેજ વધારે હોવાના કારણે ગરમીનો અહેસાસ વધી રહ્યો હતો. પરંતુ પ્રી મોમસૂનના કારણે ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં 24 કલાકમાં રહી રહીને વરસાદ થઈ શકે છે.

  ભારતીય મૌસમ વિભાગના કહેવા પ્રમાણે ભેજ વધવાના કારણે લો પ્રેશ ડેવલપ થયા પછી અચાનક ભારે વરસાદ થઈ શકે છે. આ વરસદા લોકોને ગરમીમાંથી રાહત આપશે અને સાથે સાથે ખેતી માટે પણ ફાયદાકારક રહેશે.

  9થી 11 જૂન સુધી ઓડિસામાં વાદળ ગરજશે
  ભારતીય મૌસમ વિભાગ પ્રમાણે આગામી 9થી 11 જૂન સુધી ઓડિશા, ઉત્તરી તટીય આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં જોરદાર વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત 10 અને 11 જૂને વિદર્ભ, ગંગીય પશ્વિમ બંગાળ અને ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.

  ક્યારે કયા રાજ્યમાં પહોંચશે ચોમાસું
  મૌસમ વિભાગ પ્રમાણે બિહારમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસું દસ્તક આપવાની સંભાવના છે. જ્યારે ઝારખંડામાં 15 જૂન સુધી ચોમાસું પહોંચશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની વાત કરીએ તો 20 જૂન પછી ચોમાસું દસ્તક આપશે. જ્યારે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ આ સમયે ચોમાસું આવી શકે છે.
  Published by:ankit patel
  First published: