Home /News /national-international /Video : ઈમરજન્સી લેન્ડિંગ બાદ બે ભાગમાં વહેંચાઇ ગયુ પ્લેન, વીડિયો જોઇ લોકો દંગ

Video : ઈમરજન્સી લેન્ડિંગ બાદ બે ભાગમાં વહેંચાઇ ગયુ પ્લેન, વીડિયો જોઇ લોકો દંગ

ઈમરજન્સી લેન્ડિંગ બાદ બે ભાગમાં વહેંચાઇ ગયુ પ્લેન

તાજેતરમાં જ કોસ્ટા રિકાના જુઆન સેન્ટામરિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ (Juan Santamaria International Airport) પર એવો નજારો જોવા મળ્યો જેણે દરેકના હોશ ઉડાવી દીધા. આ એરપોર્ટ પર એવો અકસ્માત થયો કે ગુરુવારે તેને બંધ કરવું પડ્યું.

    પ્લેન ક્રેશ થવા એ કોઈ નવી વાત નથી, પરંતુ પ્લેન બે ભાગમાં વહેંચાઈ જવાના દ્રશ્યો સામાન્ય રીતે રોજેરોજ જોવા મળતા નથી. આ કારણે જ્યારે લોકો આવી વસ્તુ જુએ છે તો તેને જોઈને દંગ રહી જાય છે. હાલમાં જ કંઈક આવું જ જોવા મળ્યું મધ્ય અમેરિકામાં કોસ્ટા રિકાનું પ્લેન બે ભાગમાં વહેંચાઈ ગયું, અહીં એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ થયું અને રનવે પર લેન્ડિંગ કર્યા બાદ તે બે ભાગમાં વિભાજીત થઈ ગયું.

    તાજેતરમાં જ કોસ્ટા રિકાના જુઆન સેન્ટામરિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવો નજારો જોવા મળ્યો જેણે દરેકના હોશ ઉડાવી દીધા. આ એરપોર્ટ પર એવો અકસ્માત થયો કે ગુરુવારે તેને બંધ કરવું પડ્યું. ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, DHL કંપનીના બોઈંગ 757-200 કાર્ગો એરક્રાફ્ટે એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું અને ગંભીર અકસ્માત થયો.

    વિમાનનો પાછળનો ભાગ તૂટી ગયો


    રિપોર્ટ અનુસાર, પાઈલટ અને કો-પાઈલટને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સીબીએસ ન્યૂઝે આ દુર્ઘટના સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં પ્લેન રનવે પર ઉતરતું જોવા મળે છે. થોડે દૂર ગયા પછી એવું લાગે છે કે તેનું સંતુલન બગડે છે અને તે પોતાની દિશા બદલી નાખે છે. તે ફરે છે અને તેનો પાછળનો ભાગ તૂટી જાય છે અને અલગ પડે છે. DHL દ્વારા કહેવામાં આવ્યું છે કે ક્રૂને કોઈ નુકસાન થયું નથી, જોકે, એક ક્રૂ મેમ્બરને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવ્યો છે.

    આ પણ વાંચો - સુપ્રીમ કોર્ટમાં ઈમરાનને આંચકો, નેશનલ એસેમ્બલીનું વિસર્જન ગેરબંધારણીય, 9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન





    આ પણ વાંચો - ગોળીબારમાં 2ના મોત, અમેરિકાએ કહ્યું - આ દુ:ખના સમયમાં અમે ઈઝરાયેલ સાથે

    તપાસનો આદેશ આપ્યો


    રિપોર્ટ્સ અનુસાર, ગૌંતમાલા જઈ રહેલા આ પ્લેનની હાઈડ્રોલિક્સ સિસ્ટમમાં થોડી ગરબડ થઈ હતી, જેના પછી પાઈલટે ટૂંક સમયમાં ઈમરજન્સી લેન્ડિંગ માટે વિનંતી કરી હતી. કોસ્ટા રિકા નાગરિક ઉડ્ડયન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ લુઈસ મિરાન્ડાએ જણાવ્યું હતું કે પ્લેન હજુ પણ રનવે પર છે અને DHL વિમાનને હટાવવા માટે એરપોર્ટ ઓથોરિટી સાથે કામ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે DHLએ પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: PLANE CRASH, Viral videos

    विज्ञापन
    विज्ञापन